________________
ગ્રંથકર્તાની નમ્રતા ]
૨૧ કરેલો સ્વીકાર, પછી અન્યને તે મોટા પ્રમાણમાં આપવાની આતુરતા, તે તેમની પાસેથી લેવામાં જનતાને થયેલો સંકેચ અને છેવટે તેને એક ગ્રંથમાં ભરીને તે જાહેર મૂકી દેવાની તૈયારી-એ સર્વ અતિ નવીન, અતિ માલિક, અતિ આશ્ચર્યકારક લાગે છે, પણ આ ગ્રંથના લેખકના ચરિત્રમાં જ એવી નવીનતાઓ છે કે તેની સાથે વિચાર કરતાં તેઓ આ રીતે દેરવાય એમાં કોઈ ખામીવાળું એમની નજરે લાગતું નથી. આ લંબાણ ટાંચણ ઉપરથી એક વાત ખાસ જોવામાં આવે છે અને તે આખા ગ્રંથમાં શોધતાં જડી આવે તેવી છે. તે એ છે કે એમના કહેવા પ્રમાણે એમણે આ ગ્રંથમાં શેય, શ્રદ્ધેય અને અનઠેય બાબતોનો સંગ્રહ કરી તેવા સંગ્રહરૂપ રચના કરી છે એટલે તદ્દન સાદી ભાષામાં કહીએ તો તેમણે આ ગ્રંથમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર ઠાંસીઠાંસીને ભર્યા છે. વાંચનાર જોઈ શકશે કે આ મુદ્દો તેમણે કેવી યુક્તિથી પાર પાડ્યો છે. આખા ગ્રંથમાં એ ત્રણે શબ્દોનાં નામ બહુ ઓછી જગ્યાએ આવશે, આખા ગ્રંથમાં શેય, શ્રદ્ધેય કે અનુદ્ધેયની વ્યાખ્યા પણ નહિ આવે અને છતાં આખા ગ્રંથમાં, એની પ્રત્યેક પંક્તિમાં એમણે જ્ઞાન, દર્શન, ચારિત્રની જ વાત કરી છે, એમની પદ્ધતિ જ વિલક્ષણ છે એટલે એમણે તદ્દન નવીન શેલી સ્વીકારી છે અને તે રીતે તેમણે નવીન માર્ગ ઉઘાડ્યો છે જે આગળ જોશું. અહીં તેમના શબ્દોમાં ગ્રંથને વિષય શો છે તે બતાવવા પ્રયત્ન કર્યો અને તેમના કહેવા પ્રમાણે ગ્રંથ લખવાનું પ્રયજન શું છે તેનું લેખક મહાશયની ભાષામાં પ્રતિપાદન કર્યું. ૨ ગ્રંથકર્તાની નમ્રતા – * અહીં ગ્રંથકર્તાને અંગે વાતો ખાસ કરીને આ ગ્રંથને અંગે વિચારતાં લેખકની નમ્રતા પર પણ સાથે જ વિચાર કરી લેવો યોગ્ય છે. અહીં ગ્રંથકર્તાના શબ્દમાં બે વાત વિચારવા યોગ્ય છે.
ગ્રંથકર્તા પિતે પૃ. ૨૧૩ માં કહે છે કે “આ કથામાં ઊંચા પ્રકારના શબ્દાર્થ ન હોવાથી તે સુવર્ણપાત્રમાં મૂકેલી ન કહી શકાય, પરંતુ કાષ્ઠના વાસણમાં મૂકવા યોગ્ય ગણાય એવી તેની ઘટના કરી છે. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણે ઔષધોને મારા સાધારણ શબ્દમાં બતાવવા મેં પ્રયત્ન કર્યો છે. મારી રચના સુવર્ણ કે રત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org