________________
૧૮
[ શ્રી સિદ્ધર્ષિ :: ઉપેદ્માત
અપૂર્વ વિદ્વાનને ન્યાય આપવા માટે પૂરતું તેા લખાઈ શકાયું નથી જ. એમાં મૂળ ગ્રંથ લખનારની કળા એવી વિવિધ છે કે અને જેમ જેમ જુદા જુદા દષ્ટિકાણથી જોવામાં આવે છે તેમ તેમ આ વાત રહી ગઈ અને તે વાત રહી ગઈ અમજ લાગે છે. ધીરજથી આ ઉપાઘાત વાચવા વિજ્ઞપ્તિ છે. શરૂઆતમાં જણાવવું ચેાગ્ય ગણાશે કે આ ઉપાધ્ધાત અભ્યાસીની દૃષ્ટિથી અને અભ્યાસી માટે લખાયે છે તેથી ઉપરચાટીયું વાંચવાની ટેવવાળાએ આ ઉપાદ્ઘાત વાંચવાની તસ્દી લેવી યાગ્ય થઈ નહિ પડે.
૧. ગ્રંથ પ્રયાજન અને વિષય—
આ મુદ્દા પર વિચાર કરવા માટે આ ગ્રંથ લખવાના મુદ્દો શે છે તે પર લેકના-ગ્રંથકાના કેંદ્રસ્થ વિચારે જોઈ લઈએ એટલે અને મુદ્દો સમજવામાં આવશે. કાઈ પણ જૈન લેખક માત્ર લખવા ખાતર કે જનમનર જન માટે કદી લખતા નથી એ નિશ્ચિત તત્ત્વ નિર ંતર લક્ષ્યમાં રાખવાનું છે અને તેની સાથે જરૂર કરતાં એક શબ્દ પણ વધારે લખતા નથી એ બીજી વાત લક્ષમાં રાખવાની છે. “ એક અક્ષર એ લખાય અને તેમ કરવાથી આશય સમજાવવામાં જરાપણું સ્ખલના થતી ન હેાય તા તને તેઓ પુત્રજન્મ સમાન લાભકારક ગણે છે.” અને તે હકીકત ગ્રંથને સહાનુભૂતિથી વાંચી લેખકના આશય અને એજસમાં ઉતરવા સાચા પ્રયત્ન કરીએ ત્યારે બરાબર બેસી જાય છે. અત્યારની લેખનપદ્ધતિથી તદ્ન જુદી જ રીતે પૂર્વ પુરુષા લખતા હતા અને લખવાને ખાતર કે આત્મખ્યાતિ માટે કદી લખતા નહિ.
હવે જ્યારે સિદ્ધષિગણ જેએ આ ગ્રંથના લેખક છે અને જેએના સબંધમા વિસ્તારથી વિચાર તેઓના સમય, જીવનચર્યા આદિને અંગે આગળ ઉપર કરવાના છે ત્યારે તેઓને આ ગ્રંથ લખવાના હેતુ શેા છે એ પ્રથમ જોઈ લઈએ. એ સંબંધમાં તેઓ પોતે જ કેટલાક પ્રકાશ પાડે છે તેના સંક્ષિપ્ત સાર અહીં આપીએ.
આખા પ્રથમ પ્રસ્તાવ ઉપેાઘાત રૂપે છે અને આધુનિક કાળમાં ( વીશમી સદીમાં ) જે રીતે ‘ આમુખ ’ અથવા ઉપાદ્ઘાત લખાય છે તે રીતે લખેલેા છે. એમાં ગ્રંથકર્તાએ પેાતાનું જ ચરિત્ર આપ્યું
Jain Education International
For Private & Personal Use Only
:
www.jainelibrary.org