________________
[ શ્રી સિદ્ધર્ષિ : ઉપધાત : નથી. પૂર્વ પુરુષના સંપ્રદાયથી ચાલ્યા આવેલા દાખલાઓને તેમણે કવિત્વમાં જેડી મલ્હાવ્યા છે, દીપાવ્યા છે, વધારે સ્પષ્ટ કર્યા છે.
કવચિત્ મુખપરંપરાની વાત સાથે શાશ્વપ્રસિદ્ધ રચાયેલીલખાયેલી વાતાને પણ તેમણે ઉપગ કર્યો છે.
સાધારણ રીતે વાર્તામાં પેટા વાર્તાઓ તેમણે સદર હેતુ લક્ષ્યમાં રાખી દાખલ કરી છે.
ભાષા-બનતા સુધી તે વખતે પ્રચલિત લોક-ભાષા વાપરવાનો તેમણે ઉપયોગ રાખ્યો છે. આ બાબતમાં સકારણ તમણે ફેરફાર કર્યો છે તેમ કઈ કઈ વાર જોવામાં આવે છે, છતાં એવા ફેરફાર તેમણે કારણ વગર કર્યો નથી તે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે.
આ કારણોને લઈને કથાસાહિત્ય જૈન દર્શનમાં પૂર્વકાળથી ઘણું માનવંતુ સ્થાન ભોગવે છે. જેના દર્શનની મહત્તા અને વિશિછતા તો એના દ્રવ્યાનુગ પર છે, એનું તત્વજ્ઞાન અને ખાસ કરીને એના નય નિક્ષેપના સિદ્ધાન્ત, એની સપ્તભંગી, એને કર્મવાદ, એની નિગદની પ્રતિપાદના અને એની આત્માની સિદ્ધિ એને બીજા દર્શનથી જુદા પાડે છે. એના સ્યાદ્વાદમાં રહેલા રહસ્ય અત્યારે પણ ખાસ વિચારણીય સ્થાન ભેગવે છે અને ન્યાય(Logic)ના આકરામાં આકરા વિમર્શ (Tests)ની સામે પણ ઊભું રહી શકે છે, ટકી શકે છે, છતાં એ વિશેષ કરીને વિદ્રોગ્ય છે. કથાસાહિત્ય સર્વગ્ય છે, જિજ્ઞાસુને એ ઈષ્ટ હકીક્ત સુંદર રીતે આપે છે, મધ્યમ પ્રવાહ પર રહેલા રહસ્યના ઊંડાણમાં ઉતરવાની તાકાત ન ધરાવનારને એ નીતિમાર્ગ પર રાખી ધર્મમાં સ્થિર કરે છે અને એ રીતે કથાનુગ ધર્મપ્રવૃત્તિ અને ધર્મસ્થિરતામાં અપૂર્વ સ્થાન ધારણ કરે છે. દર્શન સિદ્ધાન્તમાં મુખ્ય સ્થાન તો દ્રવ્યાનુયેગને જ મળે, પણ મનસ્થિરતામાં અને બાળ તથા મધ્યમ જીના ઉપકારની નજરે જોઈએ તો કથાસાહિત્ય વધારે ઉપયોગી થઈ પડવાનો સંભવ રહે છે. 1. ઉપમિતિ ભવપ્રપંચ કથા
કથાનુગની એ વિશિષ્ટતા અને મહત્તા શ્રી સિદ્ધર્ષિગણિના લયમાં હોય એમ જણાય છે. એ આ ઉપઘાત વાંચતા સહજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org