________________
કથાના પ્રકારે ]
૧૫
એક દરે
કથાસાહિત્યના ઉપાસકેાએ માત્ર ઉપકારની બુદ્ધિએ તેટલા માટે બહુ પ્રકારનાં સાધનોના ઉપયાગ કર્યા છે, છતાં પેાતાનુ લક્ષ્ય ચૂકવા નથી. સત્કથા લેખકના હેતુ આંતર જીવન સુધારવાના હાઇ એના અધિકારી જે રીતે સુધરી શકે, વિભાવ દશાના ત્યાગ થઈ સ્વભાવના આદર તેનાથી થાય તે માળે પેાતાની શક્તિ, પેાતાનુ જ્ઞાન, પેાતાની આવડત અને પેાતાના અભ્યાસ અનુસાર સવે એ પ્રયત્ન કર્યો છે.
જૈન કથાકારે સાધ્ય નિરંતર લક્ષ્યમાં રાખ્યું છે તે તે તેમના આજીવન ત્યાગ અને ઉપકારબુદ્ધિથી સ્વીકારેલ કાર્યના પરિણામ રૂપે સમજી શકાય તેમ છે, પરંતુ એક બીજી વાત ખાસ લક્ષમાં રાખવા યાગ્ય છે તે એ છે કે એમના અભ્યાસ પણ આજીવન ચાલુ રહેલા હેાય છે. કથાસાહિત્યની ખીલવણીમાં તેમણે લાકિક દૃષ્ટાન્તા, લોકિક કહેવતા, લાકિક કથાઓ અને લૈકિક સંગીત કે છંદના પૂરતા ઉપયાગ હેતુને લક્ષ્યમાં રાખી કર્યાં છે. પરિણામે નીતિની અદ્ભુત પાષણા આપવા સાથે તેએ આખા વખત સમાજ સુધારણા અને ઉચ્ચ ગૃહસ્થ જીવનનાં આદર્શો અનેક પ્રકારે સમાજને આપી શક્યા છે. કથાઓ કેવી યુક્તિથી રચાઈ છે એ પર ઘણું કહી શકાય તેમ છે, પણ આ કથા તદ્ન વિલક્ષણ છે એટલે એ ઘણા આકર્ષક વિષય ખીજા કાઇ પ્રસંગ ઉપર મુલતવી રાખી હાલ કથા શાસ્ત્રરહસ્યની ચર્ચા કરી લઇએ.
કથા શાસ્ત્રરહસ્ય
જૈન થાકરાએ એક પણ કથા લેાકરજન કે મનેારંજન માટે કરી નથી. એમણે કાઈ મુદ્દો લક્ષ્યમાં રાખી કથા કહી છે અને આખી કથામાં તે મુદ્દો ચૂક્યા નથી.
જૈન કથાકારાએ કથાના ઉપયેાગ દૃષ્ટાન્ત તરીકે કર્યો છે એટલે એક મૂળ મુદ્દો લઈને તેના જીવંત દાખલા કથાદ્વારા આપી તે સત્યનું સમર્થન કર્યું છે.
એ સત્યસમર્થનમાં પણુ બનાવટી વાર્તા તેમણે માટે ભાગે કરી નથી. નવલ અથવા નવલિકાની પદ્ધતિ તેમણે કદી સ્વીકારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org