________________
[ શ્રી સિહર્ષિ : ઉપધાત : વિભાગમાં પૃ. ૧૩૬ થી એમણે ભારે યુક્તિપૂર્વક મનુષ્યની માનસ સ્થિતિ (સાઈકેલેંજી) પર વિચારણા કરી છે. જ્યારે “અર્થ ની વાત ધર્મબંધકર કરે છે. અથવા “કામ”ની વાત કરે છે ત્યારે એને ભારે મજા આવે છે. પછી તત્ત્વજિજ્ઞાસા થાય છે ને ગુરુમહારાજ એની પાસે ધર્મ અને સમ્યક્ત્વ દર્શનનું સ્વરૂપ કહે છે તે એને ધીમે ધીમે રુચતું જાય છે. પ્રથમ પ્રસ્તાવને પૃષ્ઠ ૧૩૬–૧૪૯ સુધીનો આખો ૨૦ મે વિભાગ બહુ સારી રીતે માનસ પરિવર્તન ( હ્યુમન સાઈકલૈંજી)નો અભ્યાસ બતાવે છે. એમની ઉપદેશપદ્ધતિ સીધી નથી પણ આડકતરી છે. તે રીતે એક વાર આકર્ષણ થાય એટલે પ્રાણીમાં જિજ્ઞાસા વધે છે અને એ પ્રકારે આક્ષેપદ્વારથી સંકીર્ણકથાને પણ એને આશય લક્ષ્યમાં રાખીને સત્કથા કહેવી જોઈએ. તે રીતે આખા ગ્રંથની ઉપયોગિતા સિદ્ધ થાય છે. આ “આક્ષેપક” પદ્ધતિ છે. એમાં સીધી રીતે સમાધાન કરવાનું કાર્ય મુલ્લવી રાખવામાં આવે છે, પણ એના ઉપર લક્ષ બરાબર રાખવામાં આવે છે. તેના ઉપર ઉપકાર બુદ્ધિએ એક સૂત્ર લગાવવામાં આવ્યું છે કે “જે કોઈ પ્રકારે પ્રાણીને બોધ આપી શકાય તે પ્રકાર આદરીને તેને ઉપદેશ આપવાનો પ્રયત્ન હિતેચ્છુઓએ કરવા યોગ્ય છે.” (પૃષ્ઠ ૭ ભાષાંતર ) અને તે પદ્ધતિ પ્રમાણે સંકીર્ણકથાને સત્કથા કહેવામાં આવે છે.
આ જમાનામાં સીધી વાત કરવાને કેટલાકને મત પડવા સંભવ છે. જે કહેવાનું હોય તે સીધું કહી દેવું, પછી શ્રોતાના પ્રારબ્ધ ઉપર આધાર રાખવે. એની સાથે જ્યારે સંસારની ગાઢતા, ઇંદ્રિયોનું જોર, અનાદિને અભ્યાસ અને પરભાવ રમણની ટેવ ઉપર વિચાર કરવામાં આવશે ત્યારે સમજાશે કે ઉપદેશ આપવાની બાબતમાં તો ઘણી સંભાળ રાખવાની જરૂર પડે છે. મુંબઈમાં વ્યાખ્યાન (પ્રવચન) વાંચતાં જે ગ્રંથ ઉપયોગી ગણાય તે વડોદરામાં ન ચાલે, મુંબઈની ધમાલવાળી જીવનસરણીમાં અમુક પ્રકારની શૈલીને ઉપદેશ વધારે સચેટ થાય છે અને ત્યાં સૂત્ર સિદ્ધાન્તનું તત્ત્વજ્ઞાનમય વાંચન એકંદરે શુષ્ક નીવડવાનો સંભવ વધારે રહે છે. એ વાતનો અનુભવ જેને છે તે સમજી શકશે કે દેશ કે સ્થળની અપેક્ષાએ પણ જેમ ઉપદેશપદ્ધતિમાં ફેરફાર કરવો પડે છે તેમ વ્યક્તિગત ઉપદેશમાં તો ખાસ ફેરફાર કરવો પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org