________________
કથાના પ્રકારે ].
૧૩ વિભાગમાં આવી જાય છે. એનું વિશેષ વર્ણન શ્રાદ્ધદિનકૃત્યાદિકમાં છે. શ્રી સિદ્ધર્ષિગણિએ ચાલુ જમાનામાં લખાય તે પ્રકારનો ઉપઘાત લખતાં શરૂઆતમાં કર્તવ્યસૂચવન કરતાં ચાર વાત કરી છે. તજવા યોગ્યનો ત્યાગ કરે (હેય વિભાગ), કરવા યોગ્ય કરવું (કર્તવ્ય વિભાગ), પ્રશંસા કરવા યોગ્યનાં વખાણ કરવા (લાધ્ય વિભાગ) અને સાંભળવા ગ્યનું સાંભળવું (શ્રોતવ્ય વિભાગ). આ શ્રોતવ્ય વિભાગમાં કથાનુયેગને સમાવેશ કર્યો છે. (ભાષાં. પૃષ્ઠ ૩-૪) ત્યારપછી લગભગ શ્રી હરિભદ્રસૂરિ પ્રમાણે તેમણે કથાના ચાર વિભાગ પાડ્યા છે. તેમણે પણ મુખ્યત્વે કરીને તે “ધર્મકથા” કરવાનું જ કહ્યું છે પણ તેમણે સંકીર્ણકથાને કાંઈક સારું-કાંઈક ઊંચું સ્થાન આપ્યું હોય એ ભાવ નીકળે છે. એમણે પોતાની કથાને–આ ગ્રંથને “ધર્મકથા” કહી છે પણ સાથે એમણે જણાવી દીધું છે કે
આ કથા કઈ કઈ સ્થાનકે સંકીર્ણ રૂપ લે છે ત્યાં તે ધર્મકથાના ગુણની અપેક્ષા રાખે છે. એમણે સ્પષ્ટ જણાવ્યું નથી છતાં આખા પુસ્તકનું બંધારણ જોતાં આ કથાને “સંકીર્ણ કથાની કક્ષામાં મૂકવામાં આવે તે મને વધારે યોગ્ય લાગે છે. એ રીતે “સમરાઈકહા” પણ એ જ કક્ષામાં મૂકવી જોઈએ એ મારે આધીન મત છે. સંકીર્ણકથા
સંકીર્ણકથા કરવામાં તેમને આશય ઘણો વિશાળ છે તે આપણે બે સ્થાનકે બરાબર જોઈ શકીએ છીએ. તેઓ પોતાની પ્રસ્તાવનામાં જણાવે છે કે “સંસારરસિક મહાસક્ત મુગ્ધ પ્રાણીઓનાં મનમાં શરૂઆતમાં ધર્મ ભાયમાન થતું નથી–ઝળકતો નથી. તેના તરફ આકર્ષણ થતું નથી અને તેમ હોવાથી કામ અને અર્થ સંબંધી વાતો કરીને તેઓનાં મનનું આકર્ષણ કરી શકાય છે. આ રીતે વિક્ષેપઢારથી સંકીર્ણકથાને સત્કથા કહેવામાં આવે છે.” (ભા. પૃ-૭) આ તેમને અભિપ્રાય મનુષ્ય સ્વભાવના બારિક અવલોકનનું પરિણામ છે. પ્રથમ સાધુ સમીપે આવનાર પાસે એકદમ ધર્મની–ત્યાગનીસંવરની વાતો કરવામાં આવે તો તે કેટલીક વાર બીજે દિવસ ગુરુ પાસે આવતા અટકી જાય. એ વાત એમણે પ્રથમ પ્રસ્તાવમાં નિપુણ્યકના ચરિત્રમાં સ્પષ્ટ કરી છે. ત્યાં એ ગુરુમહારાજ પાસે આવનારના મનમાં કેવા કેવા ભાવો થાય છે તે બરાબર બતાવેલ છે. એના ઉપનય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org