________________
૫૦૮
[અંતીમ વાળ માનું છું ત્યારે વાંચનાર મારા ઉપર જરૂર કૃપા કરી આ પુસ્તક વાંચવા નિર્ણય કરશે એટલી નમ્ર ભાવે વિજ્ઞપ્તિ કરું છું.
પ્રસ્તાવિક વાતે દરેક વિભાગમાં લખી દીધી છે. મને પ્રશંસાના પત્રાથી કદી આનંદ થતો નથી પણ સ્કૂલના બનાવે તે સાભાર નંધી રાખું છું અને બીજી આવૃત્તિમાં સુધારી લઉં છું. શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ આ પુસ્તક બહાર પાડી સમાજ પર ઉપકાર કર્યો છે તેને, તેમજ મને પ્રેરણું કરનાર અને ખૂક જોઈ આપનાર સર્વનો અંતરથી આભાર માની, થયેલ દેષ માટે ક્ષમા ચાહી, કારણ લંબાણ લખેલી આ ઉપઘાત પૂરી કરતાં એક વિજ્ઞપ્તિ કરું છું. આ ઉપોદઘાત બે વખત વાંચવી પડશે. પ્રથમ ગ્રંથ વાંચન શરૂ કર્યા પહેલાં અને પછી આખો ગ્રંથ પૂરો કર્યા પછી. એની યોજના એવા પ્રકારની છે કે બે વાર વાંચ્યા વગર એની મજા નહીં આવે. અહીંયા ઘણી વાત કહી છે, ઘણું અનુમાન દર્યા છે અને બહુ ચર્ચાસ્પદ વાતા ઉપસ્થિત કરી છે તે સર્વ મૂળ લેખકનું મૂલ્ય સમજવા માટે છે. એ પરિપૂર્ણ નહિ હોય તો પ્રેરક તે જરૂર છે જ. એમાં જરા પણ અતિશયોક્તિ ન થાય તેની સંભાળ રાખી છે અને આટલું લખવા છતાં લેખકને પૂરતા ન્યાય આપી શકાય નથી એવી સ્વત: કબૂલાત છે.
મોતીચંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org