________________
અંતીમ વક્તવ્ય]
૫૦૭ ત્યારપછી સને ૧૯૦૮ માં મારા જીવનમાં પરિવર્તન પ્રસંગ આવ્યો ત્યારે સાવંત અવતરણ કરવા દઢ સંકલ્પ કર્યો. એ કાર્ય સને ૧૯૧૫ માં શરૂ કર્યું અને સને ૧૯૨૧ માં પૂરું કર્યું. મેં ગ્રંથના અવતરણને સુંદર અને ઉપયોગી બનાવવા પૂરતો પ્રયાસ કર્યો છે, અનેક શંકાસ્થાને પૂછયા છે અને ઘટતું કરવા પ્રયત્ન થયો છે. જે થયું છે તે બરાબર છે કે નહિ તે વિચારવાનું મારું કામ નથી, પણ મારી અનુકૂળતા કે અભ્યાસને પૂરતો ઉપયોગ કરવામાં મેં મારાથી બની શકતું કર્યું છે.
છતાં એક વાત કહી દેવાની જરૂર છે. અનેક પત્રો મારા પર આવે છે તે પરથી જણાય છે કે તેઓ કઈ કઈ સુંદર વિભાગ માટે મને અભિનંદન આપવા લલચાઈ જાય છે. મારે સાભાર નિવેદન કરવાની જરૂર છે કે આ ગ્રંથમાં જે કાંઈ ચમત્કાર, ભાષાવૈભવ કે કથકવિશિષ્ટતા જણાય તે સર્વનું માન યોગ્ય રીતે શ્રી સિદ્ધષેિ ગણિને ઘટે છે. જ્યાં કાંઈ અસ્પષ્ટતા, સંદિગ્ધતા કે ઘુંચવણ જણાય ત્યાં જવાબદારી મારી છે. બને તટલી છૂટ લઈ ગ્રંથને સુંદર કરવા મેં પ્રયત્ન કર્યો છે, છતાં મૂળ ગ્રંથને પહોંચવાના ફાંફા મારવા એ તે એક પ્રકારની ધૃષ્ટતા ગણાય. જેને સંસ્કૃત સાહિત્ય અને ભાષાનું જ્ઞાન હોય અને જેને અવકાશ હોય તેણે મૂળ ગ્રંથ જ વાંચવા એવી મારી ખાસ વિજ્ઞપ્તિ છે. એની મજા ઓર પ્રકારની છે. જેમને સંસ્કૃત ભાષાનું જ્ઞાન ન હોય અથવા એટલી ધીરજ ન હોય તેમણે ભાષાંતર વાંચવું. જે વિમળાલોક અંજન એમાં સાચવી રાખ્યું છે, તત્વપ્રીતિકર પાણીની એમાં જે રેલમછેલ છે અને મહાકલ્યાણક ભેજનના થાળે એમાં જે ભરી ભરીને તૈયાર કર્યા છે તે આંજતાં કે પીતાં કે ખાતાં કદી અભાવ
થાય. એ સંબંધી માગવામાં આવે તેટલી જામીનગીરી હું આપું છું. જે મૂળગ્રંથ વાંચવાથી શ્રી સિદ્ધર્ષિ ઉપર ઉપકાર થશે તો
અવતરણ” વાંચવાથી તે ઉપરાંત મારા ઉપર પણ થશે. એટલી મારી પણ વિજ્ઞપ્તિ એ મહાન લેખકના શબ્દોમાં આ પ્રસંગે કરી દઉં.
આ ભાષાંતર–અવતરણ કાર્યને મારા જીવનને એક હા સમજું છું. આ ઉદ્દઘાતને એના શિખર સ્થાને મૂકું છું અને મારા આ કાર્યને જ્યારે મારી પક્ષપાતી ચક્ષુએ જીવનના આદર્શ તુલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org