________________
અંતીમ વક્તવ્ય
આ મેટા ગ્રંથનું ભાષાવતરણ કરવામાં મે વર્ષી લીધાં છે. મને એ ગ્રંથ વાંચતાં કે લખતાં એટલેા આનન્દ્વ થયા છે કે એનુ વણું ન મારાથી થાય તેમ નથી. જ્યારે જ્યારે એક કલાક તેની પછવાડે ગાળ્યા હશે ત્યારે ત્યારે તેના આંતર–સ્વાત્મસ તાષ ( તર્પણુ ) એ ત્રણ કલાક સુધી મનમાં રહેતા હતા. એક મહાન સત્ય જડતાં જાણતાં મનમાં જે અનિર્વાચ્ય આન ંદ થાય છે તે કાઇને કહી શકાતા નથી, પણ મન ત અનુભવે છે. એવી કૈક દશાએ મેં અનુભવી છે.
આને ભાષાંતર ન કહેતાં અવતરણ કહેવાના હેતુ છે. ઘણું ખરું भै અક્ષરશ: ભાષાંતર નથી કર્યું, પણ કેટલીક જગ્યાએ છૂટ લીધી છે અને ભાષાંતર નિર કુશ ( free ) ક્યું છે. એટલે એને તદ્દન ભાષાંતર કહેવાય નહિ.
આખા પુસ્તકમાં શ્રી સિદ્ધર્ષિના આશયને કદી બગડવા દીધેા નથી કે ઇરાદાપૂર્વક ફેરવ્યા નથી, પણ તેટલી વાતને આધીન રહી ભાષાંતરમાં ઘણી છૂટ લીધી છે. એમાં શાસ્ત્રશૈલીના જરા પણ ફેરફાર ન થાય તેટલા માટે બહુ ચીવટ રાખી છે.
પ્રકરણેા મેં પાડ્યા છે, તે માત્ર વાંચનારની સગવડ ખાતર છે. પેરાએ મેં પાડ્યા છે. વિસ્તારથી નેટ નેાને માટે સામાન્ય રીતે પણ જૈનેતર વાંચકના લાભ સારુ ખાસ લખી છે અને લંબાણુ નાટ પછવાડે પરિશિષ્ટમાં મૂકી છે.
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org