________________
૫૦૪
[ દશમી શતાબ્દિક (પ્ર. ૪ પ્ર. ૪૦. પૂ૪ ૧૧૨૩-૮). આ દાખલા પરથી દશમી સદીમાં ગાચાર્યોનું કેટલું જોર હશે તેને ખ્યાલ આવે છે અને
ગરસૂર્ણન કે ઉપગ થતો હતો તે સમજાય છે. મોટા રાજાઓ આવા ભેગાચાર્યને પાસે રાખી તેમનો કે ઉપગ કરતા હતા તેને પણ ખ્યાલ આવે છે.
(d) ગુરુઓ ધર્મને નામે કેવા કેવા ધાંધલો મચાવે છે તે બાબતમાં પ્ર. ૪. પ્ર. ૧૨. પૃ. ૮૫૦–૧ માં લંબાણ ઉલ્લેખ છે તે ખાસ વાંચવા યોગ્ય છે. સ્થળસંકોચથી અત્ર તેને પુનઃ ઉલ્લેખ કર્યો નથી.
(e) “સાહેબ! અમે દરરોજ ધર્મ તો કરીએ છીએ. જુઓ! અમે દરરોજ સ્નાન કરીએ છીએ, અગ્નિહોત્ર ઘરમાં રાખે છે તેને બલિદાન આપીએ છીએ, તેમાં તલ હોમીએ છીએ અને લાકડાં બાળીએ છીએ, ગાય ભૂમિ અને સેનાનું દાન દઈએ છીએ, વાવ, કૂવા, તળાવ ખોદાવીએ છીએ, કન્યાદાન આપીએ છીએ.” (પ્ર. ૭. પ્ર. ૭. પૃ. ૧૭૧૯). આમ અન્યદર્શનીઓ કહેતા હતા.
આ પ્રમાણે સાંસારિક, રાજકીય, નૈતિક, ધાર્મિક પરિસ્થિતિ દશમી સદીની હતી એમ બહારનાં તેમ જ આ ગ્રંથની અંદરના પુરાવાથી જણાય છે. બાકી કઈ પણ યુગની પરિસ્થિતિ સમજવા માટે ખૂબ સાધન જોઈએ. દશમી શતાબ્દિ માટે ઐતિહાસિક સાધનો ઘણું ઓછાં છે, જે ઉપલબ્ધ થયું તેને ઉપયોગ કર્યો છે. અને બાકી ગ્રંથમાંથી તારવણુ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org