________________
૫૦૨
[ દશમી શતાબ્દિઃ સામાયિક કરતા. તેને “ઘંઘશાળા” કહેવામાં આવતી હતી. એવી શાળામાં મુનિ આવે તો વસતિ કરે. નંદશેઠને ત્યાં એવી શાળા હતી. પ્રવર્તિની મહાભદ્રા તેમાં ઉતર્યા હતા (પ્ર. ૮. પ્ર. ૧૩. પૃ. ૧૯૮૨).
(૪) દીક્ષા બાળવયમાં આપવા સંબંધી તે યુગને મત છે હશે તે પરત્વે ગ્રંથકર્તા સારે પ્રકાશ પાડે છે. આચાર્ય સમંતભદ્ર વિહાર કરે છે ત્યારે સાધ્વી મહાભદ્રાને ભલામણ કરતા જાય છે કે બાળપુંડરીક ઉપર નજર રાખવી, કારણ કે તે યોગ્ય વયને થશે ત્યારે મારે શિષ્ય થવાનો છે. આ દક્ષામાં લાલચ કે તરકટને સ્થાન નથી તે આખી હકીક્ત વિચારવા યોગ્ય છે (પ્ર. ૮. પ્ર. ૧૪. પૃ.૧૯૮૭). વળી એને બાળવયમાં દીક્ષા આપતા નથી તે નેધવા જેવું છે.
(w) વિચારની વિશાળતાના દાખલા બહુ સુંદર છે. જે અનુછાને રાગદ્વેષને નાશ કરનારા હોય તે જૈનમતમાં હોય કે અન્ય તીર્થમાં હોય તે સર્વજ્ઞ મતને સંમત છે (પ્ર. ૮. પ્ર. ૨૦. પૃ. ૨૦૫૦). વિકાસક્રમમાં માત્ર બાહ્યા વેશને સ્થાન નથી (પૃ. ૨૦૫૧). ચિત્તના સંક૯પવિકલ્પરૂપ જાળાને નિરોધ કરે એ મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે અને એ ઉપાય ગમે તે તીર્થિકે બતાવ્યું હોય તે તેમાં વાંધો નથી (પૃ. ૨૦૫૨). જૈનદર્શનની વ્યાપકતા પર પ્ર. ૮ નું ૨૧ મું પ્રકરણ ખાસ વિચારવા જેગ્ય છે.
ધર્મને નામે ઘેલછાઓ –
(a) મઠમાં ચટ્ટો (પરિવ્રાજકે) રહેતા હતા. તેમને તેમનું ભક્તમંડળ ભેજન આપતું હતું. તેઓ અકરાંતીઆની જેમ ખાતા હતા અને માંદા પડતા હતા, કેટલાક ગાંડા થઈ જતા હતા અને કેટલાક વિહળ થઈ જતા હતા. આવા વધારે પડતા ખોરાક ખાનારને વૈદ્યની દવા લેવી પડતી હતી (પ્ર. ૭. પ્ર. ૫. પૃ. ૧૬૮૮).
(b) ઉપનય ઉતારવાના હેતુથી પ્ર. ૫. પ્ર. ૧૫ માં એક બઠર ગુરુનું દષ્ટાંત આપ્યું છે. એ દશમી સદીનું લાક્ષણિકચિત્ર છે. શિવમંદિરનું વર્ણન કરતાં એને ખાવાનાં પદાર્થોથી ભરપૂર, ધનધાન્યથી સમૃદ્ધ અને ખૂબ પૈસાદાર બતાવવામાં આવ્યું છે. એને આચાર્ય તદ્દન મૂર્ખ બતાવવામાં આવ્યું છે. એ ગુરુને ચેર લેકની સબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org