________________
જૈન ધર્મ–ધઓની સ્થિતિ : ]
૪૯ સદાગમ તે શ્રુતજ્ઞાનધારી પુરુષ છે એમ પૃ. ૨૮૧ માં સ્પષ્ટ જણાવ્યું છે તેથી એ કેવળી કે તીર્થકરને માટે વર્ણન નથી એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. ( જુઓ પૃ. ૨૮૧ નીચેની નેટ) સદાગમનું પાત્ર શ્રુતજ્ઞાનધારી છે એ બતાવવાના ઘણુ દાખલા ગ્રંથમાં મોજુદ છે. વિચાર બતાવવાનું કે જાહેરમાં બોલવાનું કાર્ય શ્રુતજ્ઞાનદ્વારા જ થાય છે કારણ કે બાકીનાં ચારે જ્ઞાન મુંગાં છે.
( i ) ગુરુ વ્યાખ્યાન આપે ત્યારે સર્વ હાજર હોય, પણ કઈ જીવને સંદેહ પૂછો હોય કે પિતાની વાત કરવી હોય તો તે ગુરુને નિર્જન સ્થાન કે એકાંતમાં વાત કરે. ગુરુ એવી માગ
ને અંતે સભા તરફ નજર કરે એટલે સભાજનો ટપોટપ ઊઠી જાય (પ્ર. ૨. પ્ર. ૬. પૃ. ૨૯ ). આ રિવાજ ઘણો સારો હતો. ગુરુમહારાજને આત્મસાધન માટે અને પ્રાયશ્ચિત્ત આપવા માટે એકાંતની જરૂર ઘણી હોય છે. આ રિવાજ અનુકરણ યોગ્ય છે.
() દીક્ષા કેવી હોવી જોઈએ, દીક્ષિતે કેવી રીતે વર્તવું જોઈએ તેને માટે અપ્રમાદ યંત્રની આખી યેજના ખૂબ વિચારવા યેગ્ય છે. દશમી શતાબ્દિમાં દીક્ષાના ખ્યાલો કેવા હતા તેનું એ આદર્શ રૂપક છે. આખું ટાંચણ અહીં સ્થળસંકેચને કારણે રજૂ કર્યું નથી ( જુઓ પ્ર. ૩. પ્ર. ૧૪. પૃ. ૫૩-૫૦૮).
( k ) કે દીક્ષા લેવા જાય ત્યારે તેની સાથે જેને લાગેવળગે નહિ એવી સ્ત્રીઓ પણ “આવો રૂપસંદર્યવાળે મનુષ્ય સંસાર છોડી જશે એ વિચારથી દિલગીર થતી હતી.” ત્રણ કાળમાં મનુષ્યસ્વભાવ આ જ હશે એ ખાસ બેંધવા જેવું છે (પ્ર. ૩. પ્ર. ૧૭. પૃ. ૫૩૮).
() રાજા આચાર્યને વાંદવા આવે તો જમીન પર બેસે એ વાત ખાસ નેંધવા જેવી છે. આચાર્યો પોતાના પરિવાર સાથે બગિચામાં, નગર બહાર ઉદ્યાનમાં ઉતરતા હતા. ઉપાશ્રય જેવી કઈ સંસ્થાને આખા ગ્રંથમાં ઉલ્લેખ નથી. ( પ્ર. ૬. પ્ર. ૯ પૃ. ૧૫૫૨ ) માત્ર કવિએ આ ઉપમિતિ કથા ભિલમાલ નગરના અગ્રિમ મંડપમાં કહી એટલી વાત આવે છે. (પૃષ્ઠ ૨૦૮૬ ) અને બુધનંદન ઉદ્યાનની વાત કરે છે ત્યાં સાધુઓ પોતાની વસતિમાંથી આઠમને ઉપવાસ હેઈ ઉદ્યાનમાં આવ્યા એટલી હકીકત આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org