________________
૪૯૮
[ દશમી શતાબ્દિઃ (f) “ સદ્દબુદ્ધિ "ની આખી યેજના, તેની સાથેની વાતચીત અને સર્વત્યાગ કરતાં પહેલાં સબુદ્ધિપૂર્વક કરવાનો નિર્ણય અને કાચા નિર્ણયના વિપરીત પરિણામનું આખું પ્રકરણ પીઠબંધમાં વર્ણવ્યું છે તે ખૂબ વિચારવા યોગ્ય છે અને ગમે તેને દીક્ષા આપી દેવાની દોડધામ કરનારાઓ ખાસ વિચારવા યોગ્ય છે (પીઠબંધ પૃ. ૧૯૪). જે નરમ વિચારોનું વર્ણન મૃ. ૧૯૭ માં આપવામાં આવ્યું છે તે વિચારતાં દીક્ષા આપવાની યેગ્ય વય કઈ હાઈ શકે તે પણ સમજાઈ જાય છે. નાના બાળકને એવા વિચારને પ્રસંગ આવે નહિ એ સ્પષ્ટ વાત છે. બહાળતાએ તે સંસારના અનુભવીઓ જ દીક્ષા લેતા હશે એમ એ ચિત્રપટ પરથી જણાય છે. છેવટે દીક્ષા લેવાને આ પ્રાણું નિશ્ચય કરે છે ત્યારે પણ ગુરુમહારાજ જતે તેની કસોટી કરે છે, અન્ય ગીતાર્થો પાસે તેની પરીક્ષા કરાવે છે, વિચાર કરે છે અને ત્યારપછી જ દીક્ષા આપે છે ( પૃષ્ઠ ૨૦૩); કારણ કે ગુરુમહારાજ જાણે છે કે “દીક્ષા ગ્રહણ કરીને વિષયાદિ પર આસક્તિ થાય અને મન લુપી રહે તેના કરતાં તો પહેલેથી દીક્ષા ગ્રહણ ન કરવી તે વધારે સારું.’ ( પીઠબંધ મૃ. ૧૯૭ ) આવી તે કાળમાં માન્યતા હતી અને શાસ્ત્રજ્ઞાને એવો ભાવ તે યુગમાં સમજાતે હતે. ગમે તે આવે તેને દીક્ષા આપી દેવી તેમાં અને આ હકીક્તમાં ઘણો તફાવત છે. આખી વસ્તુસ્થિતિ ખાસ વિચારણા માગે છે.
( g ) ત્રાજુરાજા અને પ્રગુણા રાણુને દીક્ષા આપવાની સ્થિતિ ગુરુમહારાજ ખૂબ યુક્તિથી લાવે છે. એમાં પ્રલોભન કે લાલચને સ્થાન નથી. ચિખો વૈરાગ્યનો વિષય કેવી રીતે કામ કરી આપે છે અને નિઃસ્પૃહી ગુરુ પિતાનું કર્તવ્ય કેવી રીતે બજાવે છે તે આખું પ્રકરણ આ યુગમાં ખાસ વિચારવા યોગ્ય છે (પ્ર. ૩. પ્ર. ૭.).
( h) સદાગમ બજારમાં બેસી ભવ્ય પુરુષનું વર્ણન કરે છે (પ્ર. ૨. પ્ર. ૪. પૃ. ૨૭૯) તે બતાવે છે કે જેનાચાર્યો પિતાને ઉપદેશ જાહેરમાં આપતા હતા. ઉપાશ્રયને રિવાજ તે યુગમાં હશે એમ તે જણાય છે, કારણ કે આ આ ગ્રંથ ભિલ્લમાલ નગરની અગ્રસભામાં કહેવામાં આવ્યો છે, (પ્રશસ્તિ પૃ. ૨૦૮૬). જાહેરમાં વ્યાખ્યાન આપવાનો રિવાજ જરૂર હશે એમ સદાગમના પ્રસંગથી જણાઈ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org