________________
[ દશમી શતાબ્દિઃ બંધ પૃ. ૧૦૬-૭). આ આખે પીઠબંધ ગ્રંથકર્તાએ પિતાના જીવની અપેક્ષાએ લખ્યું છે (પૃ. ૨૧૭) અને તેમાં આવેલ હકીકત સ્વાનુભવસિદ્ધ બતાવી છે (પૃ. ૧૧૨). જેમના સમયમાં શાસનમાં ખેંચતાણ ચાલતી હોય, સત્તાને દુરુપયોગ થતું હોય, ધર્મને નામે દુકાનદારી ચલાવાતી હોય તેઓ સર્વજ્ઞ શાસનનું આવું વર્ણન કરી શકે નહિ એ મારો મત છે. સામાજિક સ્થિતિ બહુ સારી હશે એમ અનુમાન કરવાનું આથી સહજ પ્રાપ્ત થાય છે.
(b) ગુરુમહારાજ નિપુણ્યકને કહે છે કે “આ રાજમહેલની બહાર તે અનેક દુઃખી માણસો રહે છે, પણ તેમને આ મહેલ જોઈને આનંદ થતો નથી અને અમારા મહારાજની તેના ઉપર મીઠી દ્રષ્ટિ પડી નથી તેથી અમારે તેઓ તરફ આદર હેત નથી, અમે તેની વાત પણ પૂછતા નથી.'(પૃ. ૧૫૫–પીઠબંધ). જૈનેતર તરફ કેવી દષ્ટિ હશે તે અત્ર ખાસ સેંધવા જેવું છે. તે જ હકીકતને ઉપનય ઉતારતાં ગ્રંથકર્તા પૃ. ૧૫૭ માં જણાવે છે કે “જે પ્રાણુઓ અત્યાર સુધી સર્વજ્ઞશાસનરૂપ મંદિરમાં દાખલ થયા નથી અને જેઓ કોઈ પણ પ્રકારે દાખલ થઈ ગયા હોય પણ અંદર આવ્યા પછી જેઓને મંદિરના દર્શનથી આનંદ થતો નથી અને તેથી જ એવા પ્રાણીઓ ઉપર ભગવાનની કૃપાદ્રષ્ટિ થઈ હોય એમ અમને જણાતું નથી; એવા તો અનંત પ્રાણીઓને અમે દેખીએ છીએ, તો પણ તેઓ તરફ ઉદાસીનભાવ રાખીએ છીએ, એટલે એવા પ્રાણીઓનાં કર્મ માટે અને તેઓની અધમ સ્થિતિ માટે અમે દિલગીર રહીએ છીએ, એવા પ્રાણુઓ અમારા આદરને કેઈ પણ રીતે એગ્ય નથી.” (પૃ. ૧૫૭ પીઠબંધ). જેનધર્મમાં ન હોય તે તરફ સાધુવર્ગનું તે સમયે શું વલણ હતું તે અત્ર
સ્પષ્ટ થાય છે. આ વિચાર કેટલાક યુગ સુધી ચાલ્યો છે. એમાં કેમી ભાવના છે, સંરક્ષણનિમિત્ત લાઘવતા છે કે ધર્મપ્રેમ છે તે વાંચનારે વિચારી લેવું.
(૦) અનેક વખત દેશના આપવામાં આવે, છતાં પ્રાણું ધન અને વિષય તરફ વધારે ખેંચાયા કરે છે અને વિરતિ આદરતો નથી એને અત્યારે જે અનુભવ થાય છે તેવી જ સ્થિતિ દશમા સૈકામાં પણ હતી એ પીઠબંધમાં વર્ણવેલી નિપુણ્યકની સ્થિતિ પરથી માલુમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org