________________
જૈન ધર્મ–ધમીઓની સ્થિતિ : ]
૪૯૫ (i) સાચે ધર્મ બતાવનાર તરફ ગુણાનુરાગી પ્રાણુઓ ખૂબ આભાર દર્શાવતા હતા અને પિતાને જીવન આપ્યું હોય તેટલો ઉપકાર દર્શાવતા હતા. વિમળકુમારનું રત્નસૂડ સાથેનું આખું સંભાષણ એ સંબંધની સાક્ષી પૂરે છે, (પ્ર. ૫. પ્ર. ૭. પૃ. ૧૨૮૩ થી આગળ) અને પૃ. ૧૨૮૮ માં જણાવે છે કે સર્વજ્ઞ ધર્મની પ્રાપ્તિના સંબંધમાં જે પ્રાણી આ જીવને જરા પણ નિમિત્તમાત્ર થાય તે પરમાર્થથી આ જીવન ગુરુ છે એમ સમજવું.
(4) અતિ વિદ્વાન અભ્યાસી સાધ્વીને પ્રવર્તિની પદ આપવામાં આવતું અને તેને વ્યાખ્યાન આપવાને–દેશના દેવાને અધિકાર પ્રાપ્ત થતો હતો એમ જણાય છે. (પ્ર. ૮. પ્ર. ૧૩. પૃ. ૧૯૮૧)
(k) આચાર્ય પિતાના એગ્ય શિષ્યને આચાર્યપદે સ્થાપી ગચ્છની અનુજ્ઞા આપે ત્યારે એ ગચ્છાધિપતિ થાય (પ્ર. ૮. પ્ર. ૨૨ પૃ. ૨૦૬૪–૫.) એ અનુજ્ઞાને આખો પાઠ અને ક્રમ ઘણે સુંદર હોય છે (પૃ. ૨૦૬૬–૭.). એમાં નિયંત્રણને મહિમા ખૂબ સારી રીતે વર્ણવ્યો છે તે અનુકરણીય છે.
(1) સાધ્વી સારા અક્ષરે પુસ્તક લખી શક્તી હતી. (પ્રશસ્તિ પૃ. ૨૦૮૭.).
જૈનધર્મ-ધમીઓની સ્થિતિ– | (a) “અહો ! આ આહત ભગવાનનું દર્શન અતિ અદભુત છે! અહીં જે લેકે વસે છે તે જાણે ભાઈઓ હોય, મિત્રો હોય, એક અર્થ સિદ્ધ કરવાની ઈચ્છાવાળા હાય, હૃદય અર્પણ કરી દેનારા હોય, એક આત્માવાળા હોય તેમ અરસ્પરસ વતે છે, તેઓ જાણે અમૃતનું પાન કરીને ધરાઈ ગયા હોય તેવા જણાય છે, પોતાને કઈ પણ પ્રકારને ઉગ હોય જ નહિ તેવા દેખાય છે, તેઓને કોઈ પ્રકારની આતુરતા જણાતી નથી, તેઓ ઉત્સાહથી ભરપૂર દેખાય છે, જેનાં મનના સર્વ મનોરથો જાણે પૂરા થઈ ગયા હોય તેવા તેઓ જણાય છે અને તેઓ સર્વ વખત આખી દુનિયાના સર્વ પ્રાણીઓનું હિત કરવામાં તત્પર દેખાય છે.” (પીઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org