________________
૪૯૨
[ દશમી શતાબ્દિ : અગ્ર ભાગમાં જમર વચ્ચે બિંદુની સ્થાપના, નાડીમાર્ગની સાધના, નાભિથી બ્રહ્મરંધ્ર સુધી જતા વાયુની ચિંતવના, આદિપુરુષને જાપ–આમ અનેક પ્રકારે મોક્ષ થાય છે, એવી ભિન્ન ભિન્ન માન્યતાઓ હતી (પ્ર. ૮. પ્ર. ૧૯ પૃ. ૨૦૩૯-૪ર.).
(i) સાંખ્ય વિગેરેને આસ્તિક તીથીઓ ગણાવ્યા છે, જ્યારે બૃહસ્પતિને નાસ્તિક તીથી ગણાવ્યા છે તે સેંધવા જેવું છે (પ્ર. ૮. પ્ર. ૨૦. પૃ. ૨૦૪૭.).
જૈનધર્મ-શાસનની સ્થિતિ
(a) રાજમંદિરને અતિ વિસ્તારથી અહેવાલ પીઠબંધમાં આપવામાં આવ્યો છે. એ શાસનમંદિર છે. એમાં આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, ગણુચિતક, રક્ષક, શ્રાવક અને શ્રાવિકાઓનું વર્ણન વાંચતાં અતિ આહૂલાદ થાય તેવી હકીકત છે. એનું વિસ્તારથી વર્ણન પૃ. ૯૧ થી ૧૦૬ સુધી પીઠબંધમાં આપ્યું છે. એ આદર્શ વર્ણન છે કે તે સમયની સ્થિતિ બતાવે છે તેને નિર્ણય કરવો ઘણે મુશ્કેલ છે. એમાં લખે છે તેવા આચાર્યો, ઉપાધ્યાય હોય તે દશમી શતાબ્દિમાં ચિત્યવાસનું જે જોર આપણે ઇતિહાસમાં વાંચીએ છીએ તેને સંભવ રહે નહિ. પૃ. ૧૦૧ માં સુભટે શ્રાવકોની સંખ્યા અસંખ્ય બતાવી છે તે જોતાં એ વર્ણન ક૫નામય જણાય છે. બહુ વિગતથી વાંચતાં મને એ આખું વર્ણન ભાવનાશીલ ( idealistic ) લાગ્યું છે. શ્રી સિદ્ધર્ષિમહારાજની નજરે એ જૈન સમાજ હોવો જોઈએ એવી હકીક્ત એમણે પિતાની લાક્ષણિક ભાષામાં કહી બતાવી છે.
(b) કેઈને વધારે પડતી દેશના અપાઈ જાય ત્યારે તે પ્રાણું સુંદર પરિણામથી ભ્રષ્ટ થાય છે. ભ્રષ્ટ થયેલાનાં લક્ષણ બતાવતાં કહે છે કે એ પ્રાણી “દેવમંદિરે જતો નથી, સાધુના ઉપાશ્રયમાં પ્રવેશ પણ કરતા નથી, સાધુને જુએ તો પણ તેમને વંદના સરખીએ કરતું નથી, સ્વધમી બંધુઓને આમંત્રણ પણ કરતો નથી,
૧ આ અસંખ્ય શબ્દ મેટી સંખ્યા વાચક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org