________________
૯૦
[ દશમી શતાબ્દિક માગણી કરવી. “અમારા કહેવા પ્રમાણે કરવાથી તું પિંડપાત કરીને એટલે શરીર છોડી દઈને શિવ થઈ જઈશ, તારું કલ્યાણ થઈ જશે અને તું પરમાત્મા સાથે એકરૂપ થઈ જઈશ.” આવી રીતે બોલીને શેવાચાર્ય ઠગતા હતા. (પૃ. ૧૨૩)
બ્રાહ્મણે–દ્ધિ જાતિઓ) “સેનાનું દાન આપવું તે મહાફળ આપનાર છે, ગાયનું દાન આપવાથી મહાઉદય થાય છે, પૃથ્વીનું દાન આપવાથી અવિનાશી થવાય છે, પૂર્વ ધર્મ( યજ્ઞ કરવા, કુવા ખોદાવવા તે)નું અતુલ્ય ફળ છે, વેદના પાર પામેલને દાન દેવું તે અનંત ગુણ કરનાર છે, તેમ જ દુઝતી, તરતની વીંઆયેલી, વાછડાવાળી, વસ્ત્ર ઓઢાડેલી, સોનાના શીંગડાવાળી, રત્નોથી મંડિત અને ઉપચાર કરાયેલી ગાય જે બ્રાહ્મણને દાનમાં આપવામાં આવે તે તેને ચાર સમુદ્રની વચ્ચે આવી રહેલી અનેક નગર અને ગામેથી ભરેલી અને પર્વત તથા જંગલથી યુક્ત પૃથ્વીનું દાન આપવા જેટલું ફળ થાય છે.” આવા બનાવટી વાકથી બ્રાહ્મણે આખી દુનિયાને છેતરતા હતા. (પૃ. ૧૨૩).
બોદ્ધ ભિક્ષુઓ–વિહારો બંધાવે, સાધુઓને તેમાં વાસ કરો, સંઘની પૂજા કરે, બૈદ્ધ ભિખ્ખઓને દક્ષિણા આપે, સંઘના કેશ સાથે તમારું ધન મેળવી દેસંઘના કઠારમાં તમારું અનાજ મેળવી દે, સંઘના ગોકુળમાં તમારાં જનાવરે આપી દે, બોધ ધર્મને અનુસરનારા થાઓ-એમ કરવાથી તમને થોડા વખતમાં ભગવાન બુદ્ધદેવનું પદ પ્રાપ્ત થશે.” (પૃ. ૧૨૩–૪).
દિગંબર–સંઘને જમણ આપે, ઋષિઓને જમાડે, સારા સારા ખાવાના પદાર્થો આપે, મુખવાસ માટે સારી વસ્તુઓ ધરે, દાન આપવું એ ગૃહસ્થને માટે અને મુખ્ય ધર્મ છે, દાનથી સંસારને પાર પમાય છે.(પૃ. ૧૨૪)
આ સર્વ ઉપદેશપ્રણાલિકાઓ ધન, માન કે ઋદ્ધિ મેળવવા માટે શાસ્ત્રગ્રંથમાંથી ખેંચીતાણુને અથવા નવા શાસ્ત્રો બનાવીને ભેળા લેકે પાસે રજૂ કરવાને તે સમયે રિવાજ ખૂબ પ્રચલિત હતા એમ જણાય છે.
શેવાચાર્ય, બ્રાહ્મણ અને દ્ધ ભિક્ષુઓની તુચ્છતાની ઉપમા ફરી વાર પૃ. ૧૨૬ માં આપી છે તે પરથી જણાય છે કે દશમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org