________________
૪૭
અભિનવ અર્થાત ]
(f) પતિ તરફ અપૂર્વ ભક્તિ હોય તેવી સ્ત્રીને માટે અરુંધતીના માતાઓને તિરસ્કારી કાઢેલ, એ ઉપમાન વપરાયું છે (પ્ર. ૩. પ્ર. ૨. પૃ. ૩૬૪ ).
(g) જે ઊંટની પીઠ પર ન સમાઈ શકે તે તેને ગળે બાંધવામાં આવે છે (પ્ર. ૩. પ્ર. ૨૭. પૃ. ૬૨૬).
(h) માનનું રૂપ અદ્ભુત છે. એને આઠ મુખ બતાવ્યાં છે. એ આઠ મદના રૂપક છે. એનું નામ શૈલરાજ પણ લાક્ષણિક છે. (પ્ર. ૪. પ્ર. ૧. પૃ. ૭૦૫). | (i) વૈશ્વાનરનું આખું સ્વરૂપ ખાસ લાક્ષણિક છે. એ ક્રોધનું મૂર્ત સ્વરૂપ છે. એના આખા શરીરના વર્ણન માટે જુઓ પ્ર. ૩. પ્ર. ૧. પૃ. ૩૪૬–૭.
(j) મૂળ માછલીને તાળવામાં આંકડો લાગે ને ગળું ઝલાઈ જાય તે પ્રસંગે જેવું સુખ (દુ:ખ) થાય તેવું સુખ (દુ:ખ) સંસારી જીવોને હોય છે (પ્ર. ૫. પ્ર. ૧૪. પૃ. ૧૨૫૮).
(k) લક્ષ્મી વરેલ માણસ જે સાહસ છોડી દે તો જેવી રીતે પ્રેમાતુર પ્રણયીની આશંકાથી કુલટા સ્ત્રી ધન વગરના પુરુષને છોડી દે છે તેમ તેવા માણસને છોડીને લક્ષમી ચાલી જાય છે ( પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૮૨).
(1) “ગધેડાને સર્વ સુખ આપનાર સ્વર્ગ મળ્યું તે ખરૂં, પરંતુ ત્યાં પણ હાથમાં દોરડા સાથે એક ધોબી તેને મળે.” (પ્ર. ૬. પ્ર. ૬. પૃ. ૧૫૨૯). ગમે ત્યાં જાઓ, પણ નશીબ તે બે ડગલા આગળ ને આગળ છે તે પર આ લાક્ષણિક ઉક્તિ છે.
તત્સમયના ધર્મો-માન્યતાઓ –
(8) દશમી શતાબ્દિમાં નીચેના મતે આર્યાવર્ત માં વર્તતા હશે એમ તે સંબંધમાં કહેલા નામનિર્દેશથી જણાય છે (પ્ર. ૪. પ્ર. ૧૨. પૃ. ૮૫૯). એમાંનાં કેટલાકનું જ સ્વરૂપ પ્રાપ્ત થાય છે તે પૃ. ૧૩૪૩ થી શરૂ થતા પરિશિષ્ટમાં જેટલું મળી શકહ્યું તેટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org