________________
૪૮૬
[ દશમી શતાબ્દિ હલકા થઈ શકે છે, કારણ પડે તો ઇંદ્રને પણ નેકર માફક હુકમ કરી શકે છે, પથ્થરના શિલાતળમાં ડુબકી મારી શકે છે, ઈચ્છા થાય તે એક ઘડામાંથી સેંકડો-હજારો ઘડાઓ કરી શકે છે, એક કપડામાંથી સેંકડો કપડાં કરી શકે છે, શરીરના કેઈ પણ અંગથી કે ઉપાંગથી સાંભળી શકે છે, ગમે તેવા રોગને આંગળી અડાડવાથી સાજા કરે છે, આકાશમાં પવનની પેઠે જાય આવે છે. (પ્ર. ૫. પ્ર. ૭. પૃ. ૧૧૯પ-૬ )
અભિનવ અર્થાતર ચાસે અને ઉપમાને
(a) રીંગણ અને ભેંસનું દહીં ખાવાથી એવી સખ્ત ઊંધ આવે છે કે તેનિદ્રાનું નિવારણ કરવું મુશ્કેલ પડે છે. (પીઠબંધ ૧૭૪).
(b) “તે જ ખાડા અને તે જ મેંઢાં.” (પીઠબંધ પૃ. ૩૩૯ ) સાંજે મેંઢાં એના એ જ ખાડામાંથી મળી આવે છે. “ એ ભગવાન એના એ” ને મળતી પ્રચલિત કહેવત.
(૦) એ કણ ડાહ્યો મનુષ્ય હોય કે જેને એક વખત મોટું રાજ્ય પ્રાપ્ત થાય ત્યારપછી પોતાના અગાઉના ચંડાળપણાની ઈચ્છા રાખે? (પીઠબંધ. પૃ. ૨૦૨)
| (d) “કેઈ શેઠને નેકર તદ્દન ભૂખ્યા હોય અને ભૂખથી તેનું શરીર તદ્દન દુબળું પડી ગયું હોય તે પોતાના શેઠના હકમથી શેઠના પરિવાર માટે તૈયાર કરેલી સુંદર રસોઈ તેમને પીરસી આપે તો તે ભૂખ્યા નોકરની પીરસેલી રાઈ શેઠના પરિવારની ભૂખ ભાંગે છે (પીઠબંધ. પૃ. ૨૧૪-૫). આ ઉપમાન બહુ સુંદર છે અને મારા જેવા અધ્યાત્મ કે એગ પર કઈ લખે તેના બચાવ માટે ખાસ બંધબેસતું છે તેથી મને તે ઉપમાનને “અભિનવ”ની કક્ષામાં મૂકવાનું મન થયું છે. ભેજન બનાવનાર કે પીરસનાર ભૂખે હોય તે પણ ભેજનમાં ક્ષુધા શાંત કરવાની શક્તિ છે તે કાયમ રહે છે.
(e) વાઘણુ( સિંહણ)ને નાશ કરવા માટે શરભ (અષ્ટાપદ) સમાન છે. (પણ માયાદારીયાને રાસાતે.) (મૃ. ૨. પ્ર. ૫. પૃ. ૨૮૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org