________________
ગશક્તિ માટે તાત્કાલિન માન્યતાઓ : ]
૪૮૫ સ્પર્શને “પદ્માસન કર્યું, શરીરને સ્થિર કર્યું, મનના વિક્ષેપને દૂર કર્યો, આંખને નિશ્ચળ કરી તેને નાકના અગ્ર ભાગ તરફ અનિમેષપણે સ્થાપન કરી, મનને સ્થિર કર્યું, ધારણાને બરાબર સ્થિર કરી, ધારણાના વિષય પર એકતાન લગાવ્યું, ઇંદ્રિયની વૃત્તિઓને રૂંધી દીધી, પતે તદ્દન સ્વરૂપશૂન્ય થયા.”( આ રીતે ગપ્રભાવ બતાવવામાં આવતો હતો અને મને ટૅગ કરવાની પણ એ જ રીતિ હતી. સ્પર્શનને વેગ, જુઓ પ્ર. ૩. પ્ર. ૫. પૃ. ૪૦૧). આ ચોગપ્રભાવ તે વર્તમાન કાળના mesmarism (મેસમેરીઝમ) જેવો લાગે છે. એ ઈચ્છાશક્તિ પર આધાર રાખે છે તેથી નબળી ઈચ્છાશક્તિ(Will-power )વાળા બાળજી પર તેની અસર થાય છે અને મનીષી જેવા મજબૂત ઈચ્છાબળવાળા પર તેની અસર થતી નથી એ માન્યતા ખૂબ વિચારવા લાગ્યા છે (પૃ. ૪૦૨). અકુશળમાળાને ગશક્તિને પ્રગ પ્ર. ૩. પ્ર. ૮. ની શરૂઆતમાં આવ્યો છે (પૃ. ૪૩૨) તે દશમી શતાબ્દિને યોગ સંબંધી કે ખ્યાલ હશે તે બતાવે છે. આગળ પ્ર. ૩. પ્ર. ૧૪. પૃ. ૫૦૧ માં જણાવે છે કે “કઈ વખત વ્યક્ત રૂપવાળા થવું અને કઈ વખત અદ્રશ્ય થઈ જવું એવી શક્તિ ગીએમાં હોય છે.”
(b) પરપુરપ્રવેશના અનેક પ્રસંગે ગ્રંથમાં બતાવ્યા છે તે સૂચવે છે કે એવા કોઈ પ્રકારના પ્રાગે તે યુગમાં કદાચ થઈ શકતા હશે. દાખલા તરીકે જુઓ પ્ર. ૪. પ્ર. ૨૦. પૃ. ૯૧૦, તથા પ્ર. ૪. પ્ર. ૨૧. પૃ. ૩૩. એ ગશક્તિને એક પ્રકાર છે. અહીં પુર શબ્દ શરીરવાચક છે એટલે બીજાના શરીરમાં પ્રવેશ કરવો તે.
(૯) નેત્રાંજનથી અંદરના ભાગ દેખાય છે. વિમળાલક અંજનના ચમત્કાર માટે જુઓ પીઠબંધ પૃ. ૧૨૯-૩૦ તથા પ્ર. ૪. પ્ર. ૨૧. પૃ. ૯૩૪.
(d) મહાત્મા સાધુઓ લબ્ધિને લઈને પોતાની ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી શકે છે, અને જોતજોતામાં તેમાં ફેરફાર કરી શકે છે. તેઓ પરમાણુ જેવા સૂક્ષ્મ થઈ શકે છે, મરજી આવે તો પર્વત જેવા ગુરુ થઈ શકે છે, ધારે તે આકડાના તુલ જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org