________________
૪૪
[ દશમી શતાબ્દિક જ્ઞાન, ગાવાની કળા, હસ્તિશિક્ષા કળા, પાંદડાની કેરણીની કળા, વૈદક, વ્યાકરણ, તર્ક, ગણિત, ધાતુવાદ, કેતુક, અષ્ટાંગ નિમિત્ત.
(d) કળાચાર્યને વેતન આપવાનો રિવાજ નહોતું, પણ તેને ઘેર ધન, ધાન્ય અને સુવર્ણ વિદ્યાભ્યાસ પૂરો થયે મોકલવાને રિવાજ હતો (પ્ર. ૪. પ્ર. ૨. પૃ. ૭૨૪).
(e) કન્યાઓને ભણવાને કઈ રીતસર પ્રબંધ જોવામાં આવતો નથી, છતાં રાજકુંવરીઓ ભણેલી હોય અને કળામાં કુશળ હોય એમ જણાય છે. દાખલા તરીકે નરસુંદરીને વિદ્યાકળામાં કુશળ ચીતરી છે (પૃ. ૭૨૫).
(f) છોકરાઓ નિશાળે જવાને બહાને રખડતા હતા અને રિપુદારણ જેવા માયામૃષાવાદી બાર બાર વર્ષ સુધી એવી પોલ ચલાવી શકતા હતા (પ્ર. ૪. પ્ર. ૨. પૃ. ૭૨૫).
(g) ચિત્રપટ ઉપર આબેહુબ ચિત્ર પાડવાની કળા સારી રીતે વિકાસ પામેલી હોય તેમ જણાય છે. સ્ત્રીનાં ચિત્રવર્ણનમાં તેના ઘરેણુનું વર્ણન કરી તેમાં પૂરેલ રંગ અને છાયાનું આબેહૂબ વર્ણન આપ્યું છે. આખા ચિત્રનાં અંગોપાંગોનું વર્ણન વાંચતાં ચિત્ર નજર સમુખ ખડું થાય છે, તે ઉપરથી તે યુગની ચિત્રકળાનો ખ્યાલ આવે છે. એના ભ્રમર, અર્ધ ઉઘડેલ નેત્ર અને સ્તનનું વર્ણન વાંચતાં તે યુગની ચિત્રકળા ભાવ પણ બરાબર બતાવી શકતી હશે એ ખ્યાલ આવે છે (પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૨-૩).
(h) વિદ્યાધરમિથુન અને વિયેગી રાજહંસીનાં ચિત્ર મયૂરમંજરીએ પિતાને હાથે ચિત્રેલ છે તેનું વર્ણન જોતાં (પ્ર. ૬. પ્ર. ૫. પૃ. ૧૫૨૪) જણાય છે કે ચિત્ર કાઢવાની કળા ઉચ્ચ વર્ગમાં બહુ આદર પામેલી હશે.
ગશક્તિ માટે તત્કાલિન માન્યતાઓ
(a) શરીરની અંદર કઈ જગ્યાએ છુપાઈને બેસી જવું અને પછી ભક્તિપૂર્વક ધ્યાન કરે તેને સુખ આપવું (સ્પર્શનવર્ણન છે. ૩. પ્ર. ૫. પૃ. ૩૯૯). રોગશક્તિ બતાવવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org