________________
કળા અભ્યાસ : ]
૪૮૩ બાલ્યકાળ કોઈ પણ પ્રકારની વ્યવહારની ચિંતાથી રહિત હોવાથી બીજી કઈ પણ બાબતમાં ધ્યાન ન આપતાં એકચિતે બહુ થોડા વખતમાં લગભગ સર્વ કળાઓ કળાચાર્ય પાસેથી હું શીખી ગયે.” (પ્ર. ૩. પ્ર. ૧. પૃ. ૩૫૦).
અભ્યાસની શરૂઆત આઠમે વર્ષે થાય છે. અભ્યાસ ઉચ્ચ વર્ગમાં ચીવટથી કરાવા હશે, એવું સહજ અનુમાન થાય છે. અભ્યાસની વિવિધતા કેવા પ્રકારની હશે તે નીચેના કળા–અભ્યાસનાં નામો પરથી જણાય છે.
લિપિજ્ઞાન, ગણિતજ્ઞાન, વ્યાકરણ, નિમિત્ત (આઠ પ્રકારનાં), છંદશાસ્ત્ર, નૃત્ય, ગાયન, હસ્તિશિક્ષા, ધનુર્વેદ, વૈદક, ધાતુવાદ, નરલક્ષણ, કયવિક્રય (વેચવું, ખરીદવું), પત્રછેદ વિગેરે (પ્ર. ૩. પ્ર. ૧. પૃ. ૩૫૬-૭). - પુરુષની બહોતેર કળાઓનું વર્ણન અન્યત્ર જોવામાં આવે છે તેમાંની ઘણુંખરી કળાને સમાવેશ આમાં થાય છે. કળાને અર્થ art નથી, પણ અભ્યાસ-નિપુણતા હોય એમ જણાય છે.
(b) અભ્યાસ કરાવવા માટે પુત્રોને ગુરુને ત્યાં મૂકવામાં આવતા હતા, ખાવાપીવાનું ગુરુને ત્યાં જ રાખવામાં આવતું હતું અને અભ્યાસ પૂરો થાય ત્યારે ગુરુને પારિતોષિક–ઇનામ આપવામાં આવતું હતું એમ જણાય છે. વિદ્યા વેચવાનો રિવાજ નહોતો એમ જણાય છે. પ્ર. ૩. પ્ર. ૧માં એનું લાક્ષણિક વર્ણન છે તે પરથી આ સહજ અનુમાન પ્રાપ્ત થાય છે. કળાચાર્ય શિક્ષણ આપવાની બાબતમાં ખૂબ રસ લેતા હોય એમ પૃ. ૩૫૦ થી જણાય છે. અભ્યાસ દરમ્યાન એકાગ્રતા જળવાઈ રહે તેટલા માટે અભ્યાસ કરનાર ગુરુને ઘેર જ રહે અને પોતાને ઘેર આવ્યા–ગયા ન કરે એટલી પણ ચીવટ રાખવામાં આવતી હતી. (પૃ. ૩૫૫) કવચિત્ કળા અભ્યાસની સર્વ સગવડ કરી આપવાનું પણ જણાવ્યું છે. અનુસુંદર ચક્રવર્તીના અભ્યાસ માટે જુઓ. (૨, ૮. પ્ર. ૧૨. પૃ. ૧૭૯૬ )
(૯) પ્ર. ૪. પ્ર. ૨. પૃ. ૭૨૨ માં નીચેની કળા ગણવી છે – દસ્તાવેજ લખવાની કળા, ચિત્રકળા, શસ્ત્રકળા, મનુષ્ય લક્ષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org