________________
૪૮૨
[ દશમી શતાબ્દિક ભલે મગજમાંથી કાઢી હોય, પણ મોટા પર્વતના સપાટ શિખર પર ભવ્ય નગર રચી શકાય છે એ વાત કલ્પિત હોઈ શકે નહિ. (પ્ર. ૫. પ્ર. ૧૯ પૃ. ૧૩૦૦).
(e) બજારમાં દુકાનેની હાર (શ્રેણું) હતી. તેમાં કરિયાણું ભરવામાં આવતાં. બજારમાં વેપારીઓ ધમાલ કરતાં વ્યાકુળ થઈને ફરતાં દેખાતા હતા. મૂલ્ય આપીને ત્યાંથી વસ્તુ ખરીદાતી હતી. બજારમાં છોકરાઓ મસ્તી કરતા હતા. દેવું ન આપનારને કેદમાં નાખવાનો રિવાજ હતા. (પ્ર. ૭. પ્ર. ૮. પૃ. ૧૭૩૫)
ગૃહરચના–
| (a) મેટા પ્રાસાદો અને તેમાં પાર વગરના ઓરડાઓ હતા. (અસં વ્યવહાર નગરના મહેલોનું વર્ણન પ્ર. ૨. પ્ર. ૭. પૃ. ૩૦૫)
(b) રાજમહેલમાં ફરસબંધી અતિ તેજસ્વી રાખવામાં આવતી હતી, પલંગ ખૂબ ઊંચો રહેતા અને શયનગૃહની બાજુમાં પ્રસાધનશાળા ( Toilet room) રાખવામાં આવતી હતી એમ મદન– કંદળીના મહેલના વર્ણન પરથી જણાય છે. (પ્ર. ૩.પ્ર. ૧૦.પૂ.૪૫૭)
(૦) હિમગૃહની રચના પાંદડાં પાથરી દીધાં, કમળોની તે પર જના થઈ, બનાવટી નદી ઘરમાં એવી ગોઠવી કે યંત્રથી તેમાંથી સુગધી પાછું ચાલ્યા જ કરે, ચંદન કપૂરના પાણીની તરફ ગાર કરવામાં આવી અને કમળના તંતુઓની રચનાથી તેમાં વિભાગો પાડવામાં આવ્યા. (પ્ર. ૫. પ્ર. ૧૧. પૃ. ૧૨૨૬)
કળા અભ્યાસ
(a) કળાના જ્ઞાન માટે ખાસ ચીવટ જણાય છે. નંદિવર્ધનનું વર્ણન કરતાં જણાવે છે કે તેને તેના પિતાએ વિદ્વાન કળાચાર્ય પાસે ભણવા મોકલ્યા. નંદિવર્ધન કળાચાર્ય પાસે કળા ગ્રહણ કરવા લાગ્યો. “અભ્યાસ કરવાનાં સર્વ સાધન તૈયાર હોવાથી, મારા પિતાશ્રીને કેળવણી આપવાની બાબતમાં દઢ ઉત્સાહ હેવાથી, કળાચાર્ય મને અભ્યાસ કરાવવામાં ખાસ રસ લેતા હોવાથી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org