________________
સજ્જન દુન સંબંધી ખ્યાલા : ]
૪૭૯
(૦) ઉત્તમ માર્ગે ચાલનારા મહાત્મા પુરુષાનું એ વ્રત હાય છે કે જ્યારે પણ તેઓ પેાતાની સામે પારકી સ્ત્રીને જુએ છે ત્યારે નીચે મ્હાંએ જમીન તરફ્ નજર કરીને ચાલ્યા જાય છે ( સદર પૃ. ૭૬૯).
( d ) સાજન્ય પેાતાની સાથે સારી શક્તિ, ધીરજ, ગંભીરતા, વિનય, નમ્રતા, સ્થિરતા, મીઠાં વચન, પરાપકાર, ઉદારતા, દાક્ષિણ્ય, કૃતજ્ઞતા, સરળતા વગેરે અનેક સેનાનીઓને લાવે છે. એ માણસાનાં મનને મનેાહર બનાવે છે અને તેને અમૃત જેવું સુ ંદર કરે છે.
એની સામે ખલતા ( દૈાન્ય ).કેવું કામ કરે છે તે પણ સાથે જ ખતાવ્યું છે. એની અસર તળે આવ્યા પછી માણસે અનેક પ્રકારના કપટ કરે છે, અન્યને છેતરવા તૈયાર થઈ જાય છે, દ્વેષયંત્રથી દબાઇ જાય છે અને દ્વેષમય થઇ જાય છે, સ્નેહ સંબંધને તિલાંજલિ આપે છે, પરિચિતની સાથે શ્વાનની જેમ અસભ્ય ભાષા વાપરે છે, પેાતાના સંબંધીઓને ખાઇ જઇને શ્વાનથી પણુ વધે છે, જ્ઞાતિ કે વિભાગના રિવાજોથી ઉપરાંઠા થઈને ચાલે છે, અન્યનાં છિદ્રો ઉઘાડાં પાડે છે, સ્થિર માણસાને કે વસ્તુઓને ઉઘાડા પાડે છે, વાતાવરણને વિષમય બનાવે છે, જીવનને ખેાજા રૂપ કરી મૂકે છે વિગેરે. ( પ્ર. ૪. પ્ર. ૨૮. પૃ. ૧૦૦૩–૪ )
સાજન્ય દાજ ન્યના આ યુગના ખ્યાલ સાથે આ આખું વર્ણન ખાસ સરખાવવા યાગ્ય છે.
( d ) સજ્જનના મેળાપ ખરેખર ભવ્ય છે. સજ્જન મેળાપ પર રત્નચૂડના વિચારો ખૂબ વિચાર યાગ્ય છે ( ૫. પ. પ્ર. ૭. પૃ. ૧૧૯૮). ત્યારબાદ દુલ્હનની દૃનતા બતાવવામાં વામદેવ કમાલ કરે છે. એના ખાસ પ્રેમી મિત્ર વિમળનું રત્ન છૂપાવવા એ જખરા કાવાદાવા કરે છે અને અ ંતે ચારને પાટલે ધૂળની ધૂળ રહે છે. એ ખતાવે છે કે દશમી શતાબ્દિમાં દુર્જનતા આજથી કાંઇ ઓછી નહેાતી (મ. ૫ પ્ર. ૮ પૃ. ૧૨૦૨ થી ).
( ૭ ) ગમે તે થાય—સૂર્ય પશ્ચિમમાં ઊગે, સમુદ્ર મર્યાદા મૂકે, અગ્નિ ખરફ જેવા ઠંડા થઇ જાય કે મેરુપર્વત પાણીમાં તરે તે પણ સજ્જને જે માણુસના હાથ પાતે પકડ્યો હાય તેને કદી છેાડતા નથી, તેના તરફ્ ઉપેક્ષા કરતા નથી અને પાતે નાદાનાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org