________________
४७८
[ દશમી શતાબ્દિક સજજન દુર્જન સંબંધી ખ્યાલે–
સજ્જન gentleman અને દુર્જન loafer સંબંધી મધ્યયુગના વિચાર સંબંધી નીચેના બે ફકરાઓ ખાસ બેંધવા લાયક છે.
(a) તે (વિચક્ષણ કુમાર ) ગુરુવની પૂજા કરનારે હતું, બુદ્ધિશાળી હતે, ગુણ તરફ પ્રેમવૃત્તિવાળો હતે, હુશિયાર હતા, પિતાનું સાધ્ય સમજનાર હતો, ઇંદ્રિયો પર વિજય પ્રાપ્ત કરેલ હતો, ઉત્તમ આચારે પાળવામાં તત્પર હતા, ધીરજવાળો હતો, સારી વસ્તુઓને ઉપભેગ કરનાર હતો, મિત્રતાને વળગી રહેનાર હતા, સુદેવની હોંશથી પૂજા કરનાર હતા, દાનેશ્વરી હતા, પારકાના મનના ભાવને જાણનાર હતો, સત્ય બોલનાર હતા, નમ્ર હતું, પ્રેમ રાખનાર પર વાત્સલ્ય ભાવવાળો હતો, ક્ષમાં ગુણવાળો હતો, મધ્યસ્થ વૃત્તિએ કામ કરનાર હતા, અન્યની ઈચ્છા પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન હતો, ધર્મ પર દઢ નિષ્ઠા રાખનાર હતો, શુદ્ધ આત્મ
જીવન ગાળનાર હતા, આફતમાં ખેદ ન કરનાર હતો, સ્થાનની કિમત અને તફાવત જાણનાર હતા, કદાગ્રહથી રહિત હતો, શાસ્ત્રતને જાણકાર હતો, બોલવામાં ખૂબ કુશળ હતો, નીતિમાર્ગમાં વિચક્ષણ હોઈ શત્રુને ત્રાસ પમાડનાર હતું, સ્વગુણનો કદી પણ ગર્વ ન કરનાર હતા, સંપત્તિથી જરા પણ હર્ષ ન કરનાર હતા, પરેપકારી હતો. (પ્ર. ૪. પ્ર. ૬. પૃ. ૭૬૪–૫). એને મળતું અકલંકકુમારનું વર્ણન આવે છે તે માટે જુઓ પ્ર. ૭. પ્ર. ૧. પૃ. ૧૬૫૫.
(b) જડ વિપરીત મનવાળે, સત્ય પવિત્રતા અને સંતોષથી રહિત, વારંવાર માયા-ક્યુટ કરનારે, ચાડી ખાનાર, બાયેલા જે, સાધુઓની નિંદા કરનારે, બેટી પ્રતિજ્ઞા કરનારે, અત્યંત પાપાત્મા, દેવની નિંદા કરનારે, જૂઠું બોલનારે, લેભથી અંધ થઈ ગયેલે, પારકાના ચિત્તને ભેદી નાખનાર, ઊલટસુલટા વિચાર, વર્તન અને ઉચ્ચાર કરનારે, અન્યની સંપત્તિ જઈ બળી મરનારે, અન્યની આપત્તિ જોઈ આનંદ માનનારે, અભિમાનથી કુલાઈ ગયેલે, ક્રોધથી ધમધમતે, દાંત કચકચાવીને બેલવાવાળ, બડાઈ કરનારે, રાગદ્વેષને વશ પડવાવાળો અને અનેક રીતે આડે માગે ઉતરી ગયેલો હતે. (સદર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org