________________
૪૭૭
કુટુંબપ્રેમ ]
( 4 ) મલયમંજરીને પિતાની દીકરી કનકમંજરી ઉપરને અસાધારણ પ્રેમ માતાનું વાત્સલ્ય સૂચવે છે (પ્ર. ૩. પ્ર. ૨૪. પૃ. ૫૯).
(9) ચાળા પ્રસ્તાવમાં વિમર્શ મા પ્રકર્ષ ભાણેજની જિજ્ઞાસા તૃપ્ત કરવા એક વર્ષ સુધી તેની સાથે દૂર દેશમાં ભટકે છે એ મામા ભાણેજને પ્રેમ બતાવે છે. એવા દાખલાઓ તે યુગમાં ઘણું બનતા હશે એમ સહજ અનુમાન થાય છે. વિમર્શને તે માટે સૂચના થતાં જ તે ઘણે ખુશીથી કામ ઉપાડી લે છે ( ક. ૪. પ્ર. ૭. પૃ. ૭૮૨).
(f) વાસવશેઠ પુત્ર મરણના સમાચાર સાંભળે છે તે વખત તને જે ધ્રાસકે પડે છે તે પિતાને પુત્ર તરફને વાત્સલ્યભાવ સૂચવે છે (પ્ર. ૪. પ્ર. ૨૬. પૃ. ૯૮૩).
(g) માળનુસારિતા માસી પિતાની બેનના દિકરા વિચાર તરફ અત્યંત સ્નેહ બતાવે છે અને કહે છે કે તેની આંખેને જોતાં જ તે ઓળખી ગઈ હતી. આંખ અને હૃદય એ જાતિને ઓળખાવનાર છે. એના તરફ એ ખૂબ પ્રેમ દાખવે છે અને જિજ્ઞાસાવૃત્તિથી પરદેશ નીકળી પડવા માટે તેને અભિનંદન આપે છે (પ્ર. ૫. પ્ર. ૧૯ પૃ. ૧૨૯૮૯).
( k ) કુટુંબપ્રેમ જ્યારે ઉચ્ચ ભૂમિકા પર જાય છે ત્યારે તે વળી અતિ અભિનવ આકાર લે છે. ધવળરાજ સંસારત્યાગ કરી પુત્ર વિમળને રાજ્યગાદી પર બેસારવાનું કહે છે ત્યારે પુત્ર જણાવે છે કે પિતાને પોતા ઉપર સાચો પ્રેમ નથી, નહિ તો પિતા સાચા નિર્વાણમાર્ગ તરફ જાય અને પુત્રને સંસારમાં ધકેલે એમ કેમ બને ? આ આખું સંભાષણ ઉચ્ચ કક્ષાને પ્રેમ-વાત્સલ્ય બતાવે છે (પ્ર. ૫. પ્ર. ૨૧. પૃ. ૧૩૨૪).
(i) ધનશેખર-ધનવાન બાપને પુત્ર પોતાની ઈચ્છાથી પૈસા કમાવા નીકળી પડે છે ત્યારે પિતા સાવધ રહેવાને લંબાણ ઉપદેશ આપે છે અને માતા બંધુમતી તો બાપદીકરાની વાતચીત રડતી રડતી સાંભળી જ રહી છે. માતાને પગે લાગી પહેરેલે કપડે ધનશેખર બહાર નીકળી જાય છે (પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૭૨ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org