________________
[ શ્રી સિદ્ધર્ષિ ઉપાઘાત !
કથાના પ્રકારે કથાનુગની વિશિષ્ટતા અને જેન કથાનુયોગની ખાસ વિશિષ્ટતા જાણ્યા પછી આપણે કથાના પ્રકારો જોઈ લઈએ. સામાન્ય રીતે કથાના ચાર પ્રકારો પાડવામાં આવે છે: ધર્મકથા, અર્થકથા, કામકથા અને સંકીર્ણકથા. અર્થકથામાં પૈસાની વાત આવે છે અને કામકથામાં ઇન્દ્રિયના વિષયભેગની અને ખાસ કરીને સ્ત્રી સંબંધી કથા આવે છે. આ બન્ને પ્રકારમાં જે કાંઈ ખાસ મુદ્દો ન હોય અને માત્ર વખત ગાળવા કે સંસારરસ જમાવવા પૂરતી જ કથા થતી હોય તો આત્મવિકાસની નજરે એ કથા ત્યાજ્ય ગણવામાં આવે છે. આ નજરે અત્યારના નોવેલો અને નવલિકાઓ કયા સ્થાનમાં આવે છે તે વિચારી લેવા જેવું છે. એમાં પણ કાંઈ અંતિમ સાધ્ય આત્મવિકાસને અંગે હોય તો દષ્ટિભેદે તેને અમુક અંશે સ્વીકાર પણ થઈ શકે. લેખકનો આશય અને વાંચનારના મન પર તે કેવી અસર ઉપજાવી શકશે તત્સંબંધી તેની પ્રભુતા પર આ દષ્ટિએ કથાનું સદસપણું નિર્ણિત થાય છે.
કથાસાહિત્યના સંબંધમાં વિસ્તારથી વિચારે શ્રીહરિભદ્રસૂરિએ સમરાઈશ્ચકહા ની શરૂઆતમાં કર્યા છે તે ખાસ વિચારવા યોગ્ય છે. તેનો સાર નીચે પ્રમાણે છે –
પૂર્વાચાર્યોના સંપ્રદાય (પ્રવાદ) પ્રમાણે કથાની વસ્તુ ત્રણ “પ્રકારની હોય છે. દિવ્ય, દિવ્યમાનુષ્ય અને માનુષ્ય. “દિવ્ય “વસ્તુમાં દેવતાનું ચરિત્ર વર્ણવવામાં આવે છે. “દિવ્યમાનુષ્યમાં
દેવ અને મનુષ્ય બન્નેનું વર્ણન કરવામાં આવે છે. મનુષ્ય માં “માત્ર મનુષ્યોનું ચરિત્ર વર્ણવાય છે.
કથા ચાર પ્રકારની હોય છે. અર્થકથા, કામકથા, ધર્મ“સ્થા અને સંકીર્ણકથા.
પૈસા કેમ ઉપાર્જન કરવા–મેળવવા એની જેમાં વાતે આવે, “જેમાં અસિ, મણિ, કૃષિ, વાણિજ્ય (વ્યાપાર) અથવા શિલ્પની “હકીકતે આવે, જેમાં ધાતુવાદ વિગેરે મહાઆરંભની વાત આવે, જેમાં સામ, દામ, ભેદ, દંડ આદિ નીતિઓની વાત હોય તેને “ અર્થ કથા” કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org