________________
૯
કથાનુયાગની વિશિષ્ટતા ]
કથાદ્વારા તેમણે બહુ સારી રીતે કરી સમાજ ઉપર ભારે ઉપકાર કર્યા છે અને તેથી કથાસાહિત્ય આજે પણ ઘણા રસથી વંચાય છે. વિશિષ્ટતામાં વિશિષ્ટતા
કથાનુયાગની આ વિશિષ્ટતા ચેાગ્ય છે અને તેના પૂરા લાભ જૈન સાહિત્યકારોએ લીધા છે, પણ તેમાં એક ખાસ વિશિષ્ટતા છે તે જરૂર લક્ષ્યમાં રાખવા યાગ્ય છે. જૈન લેખકા કલ્પિત કથા( Fietion )માં માનતા નથી, તેઓ મનથી ઉઠાવેલી વાતા કરવા ઈચ્છતા નથી, તેઓ જીવનચિરત્રાને ખૂબ બહલાવે છે. બનાવટી વાત વાંચતાં તે ખાટી કે ઊભી કરેલી છે એવા ખ્યાલ હાવાથી તે વાંચનારનાં મન ઉપર પૂરી અસર કરતી નથી આવી તેમની માન્યતા છે, તેથી તેઓ ગમે તે વાર્તા લખે તે ખનેલી જ લખે છે. પૂર્વપુરુષાથી સાંભળેલી અથવા શાસ્ત્રગ્રંથેામાં લખેલી વાર્તા હાય તને ભાષામાં દીપાવવા અને તેને આભૂષણા પહેરાવવામાં તેને વાંધા નથી, પણ આખી વાત તદ્ન નવીન ઊભી કરવાની પદ્ધતિ તેમણે સ્વીકારી હાય એમ જણાતુ નથી. ભાષામાં રાસેની રચના થઇ તેમાં પણ ક્રમ એ જ જણાય છે કે વાર્તાની અસલ વસ્તુ કાઇ પણ શાસ્ત્રગ્રંથમાંથી લેવામાં આવે અને તેને દીપાવવામાં આવે. શ્રીપાળરાજાના કે ચંદરાજાનેા કે ખીજા કાઇ પણ રાસ જોઇએ તેા તેની મૂળવસ્તુ નાના પાયા ઉપર શાસ્ત્રગ્રંથામાંથી મળી આવે, અને એમ છતાં એ દરેક ભાષાગ્રંથામાં કર્તાનુ વ્યક્તિત્વ, કવિત્વ અને વિશિષ્ટત્વ જરૂર આવે. એક વાર્તાને આગળ પાછળ એપ આપવામાં અને એના પર કવિતાની ધૂન લગાવવામાં વાંધેા નથી, પણ મૂળવસ્તુને કે વાતને વિરાધ ન આવે તેવી જ રીતે અને તેટલી જ છૂટ કવિએથી લઈ શકાય છે. આ સાર્વત્રિક નિયમને ખરાખર અમલ થયેા છે તે અનેક ગ્રંથાના પારચયથી સમજાય તેમ છે અને આ ગ્રંથના લેખકે તેના ભંગ કર્યા છતાં તે નિયમ ખરાબર જાળવ્યેા છે તે આગળ જોવાશે.
૧ આ ચરિત્રાને અંગે હકીકત છે. પંચતંત્ર જેવી વાતા તદ્દન જુદી કક્ષામાં આવે છે. તેને આ હકીકત સાથે સંબંધ નથી. એવી કથાએ નીતિ કથા કહેવાય છે. ત્યાં બનાવટથી વાર્તા કહેવાય છે, પણ તેમાં શ્રેતા અને વક્તા બન્ને તે વાતને નીતિના અમુક મુદ્દાના પાષક તરીકે જ સમજે છે,
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org