________________
It શ્રી સિહર્ષિ : ઉપધાતા કથાનુગની વિશિષ્ટતા ધર્મકથાનુયોગનું આ સ્થાન જૈન ત્રાષિ મુનિઓને સુવિદિત હાઈ એમણે કથાનુયોગને બહુ ઝળકાવ્યો છે. કથાની મારફતે દાખલા દષ્ટાન્તથી કહેવાનો મુદ્દે અસરકારક રીતે ઠસાવી શકાય છે તે વાતની સ્પષ્ટતા આગમન સમયથી જૈન ધર્મ ગ્રંથમાં સારી રીતે જાણીતી અને સ્વીકારાયેલી હોવાથી પ્રાકૃત ભાષામાં પણ અદ્ભુત કથાસંગ્રહ જોવામાં આવે છે. “ તરંગલોલા ”, “સમરાઈશ્ચકહા” અને ‘પઉમરિયમ ” એનાં જાણીતાં ઉદાહરણ છે. એ કથાઓ પ્રસિદ્ધ થયા પછી સાહિત્યરસિકોનું ધ્યાન જૈન કથાઓ તરફ સારી રીતે ખેંચાઈ રહ્યું છે.
અમુક અનુયોગ વધારે ઉપયોગી છે કે ઓછો ઉપયોગી છે એમ કહી શકાય તેમ નથી. કિયારસિક છાને ચરણકરણનુયોગની ઉપયોગિતા વધારે લાગે, ત્યારે જ્ઞાનપિપાસાવાળા જિજ્ઞાસુને દ્રવ્યાનુયોગ વધારે ઉપયોગી જણાય. વિકાસક્રમમાં જે પ્રાણી જે સાધનધર્મો આદરે અને પિતાને ઉપકારક જાણે કે માને તેને અનુસારે તેને ચાર પૈકી અમુક અનુયોગ વધારે ઉપયોગી લાગે. ધર્મકથાનુયોગ એકંદરે એ સુંદર છે કે એ સર્વ પ્રકારના અધિકારીને બહુ લાભપ્રદ થઈ પડે. કથાને લેખક અથવા કથક કથારસિક અને અનુભવી હોય, લેખના જેમામાં મુદ્દા ચૂકનાર ન હોય, તે તે અંતરપટ ઉપર અસાધારણ અસર ઉપજાવી બહુ સુકોમળ રીતે પિતાનું કામ સાધી શકે છે, એના કાર્યક્ષેત્રમાં એને બહુ દલીલ કે ચર્ચાઓ કરવી પડતી નથી અને એ પિતાનું વક્તવ્ય એવી સરળતાથી દબાણ કર્યા વગર કે નિરસ થયા વગર કહી શકે છે કે એની સરખામણી અન્ય અનુયોગનાં લખાણે સાથે થઈ શકે નહિ. જ્યારે લેખક પિતાનું કાર્ય શુષ્ક થયા વગર સાધી શકતો હોય ત્યારે તેમાં એક અનેરી મજા આવે છે અને માનસશાસ્ત્રનો વિશુદ્ધ અભ્યાસી કથનકાર હોય તો તે આ ધોરણે શુષ્ક થયા વગર સુંદર પરિણામે નીપજાવી શકે છે.
જૈન લેખકેએ કથાનુયોગની આ વિશિષ્ટતા જોઈ લીધી છે, સમજી લીધી છે અને તે હકીકતને તેમણે પૂરતો લાભ લીધે છે. અનુભવના ઉગારે, મહાન સત્ય અને સામાન્ય વિશેષ નીતિનાં સૂત્રને વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org