________________
ચાર અનુયાગ કરેલ અભ્યાસના પરિણામ દર્શાવનાર પ્રયાસનું ફળ છે અને તે સર્વ પ્રકારે અધિકારીને લાભકારક નીવડે છે અને નીવડેલ છે. સંસ્કૃત ભાષામાં અનેક સુપ્રસિદ્ધ ચરિત્ર ગ્રંથે છે, પ્રાકૃતમાં એનો પાર નથી અને ગુજરાતીમાં ગદ્યપદ્ય બન્નેમાં સેંકડે-હજારે ચરિત્રો છે. મૂળ ગ્રંથના ટીકાકારોથી માંડીને સર્વ લેખક ધર્મકથાનુયાગની મહત્તા સ્વીકારતા આવ્યા છે અને તેટલા માટે દરરોજ વ્યાખ્યાનપ્રવચન થાય છે જેમાં સર્વ અધિકારીઓ સમજી શકે તે માટે પાછળના (ભાવના અધિકારમાં) વ્યાખ્યાનમાં એક રસભરી કથા વાંચવાને પ્રબંધ પ્રચલિત છે.
આ ચાર અનુયોગમાં જૈનધર્મનાં કુલ સાહિત્યને સમાવેશ થાય છે. એ સર્વ અનુયોગની જરૂરીઆત અને ઉપયોગિતા આ ગ્રંથના કત્તા શ્રી સિદ્ધર્ષિગણિને જણાયેલી હતી અને એને એમણે કઈ રીતે ઉપયોગ કર્યો છે તે આપણે જોઈએ.
કથા કહેવાની જેન પદ્ધતિ તદ્દન સ્વતંત્ર અને સચોટ છે એમ છે. હટલે અનેક રીતે સિદ્ધ કર્યું છે. ( જુઓ કૅન્ફરન્સ હેરલ્ડ. પુ. ૧૧. સાહિત્ય અંક જુલાઈ, ૧૯૧૫ પૃ. ૨૨૭. ) તેઓ કહે છે કે “દ્ધ ભિખુઓને અભ્યાસ અને સાહિત્ય રસ મધ્યકાળમાં ઉતરત જ ગયો અને આખરે ભારતવર્ષમાંથી ધર્મ અદશ્ય થઈ ગયો જ્યારે જેનો શાસ્ત્રના પૂર્ણ અભ્યાસથી અને સંસ્કૃત પ્રાકૃત ભાષા પરના અસાધારણ કાબૂથી પોતે જે સ્થાન વ્યાપારી વર્ગને કસાયલા વિભાગમાં અને ક્ષત્રિયોમાં પ્રાપ્ત કરી શક્યા હતા તેને ટકાવી શક્યા અને ઉત્તર પશ્ચિમના રાજાઓ ઉપર જે અસર નીપજાવી શક્યા હતા તેને જાળવી રાખી શક્યા અને તેથી અત્યારના વખત સુધી જેનો સારામાં સારા વાર્તા કહેનારા હતા અને રહી શક્યા તેમાં જરા પણ આશ્ચર્ય પામવા જેવું નથી. ”
કથાસાહિત્યનું આ સ્થાન જૈન શાસ્ત્રગ્રંથમાં છે અને તે મહત્ત્વ જેનોના પૂર્વ પુરુષને જાણીતું હતું તેના શાસ્ત્રગ્રંથમાં અનેક પુરાવાઓ છે. બાળજીવન કથા સાથે સંબંધ તેઓ અનેક રીતે સુસ્પષ્ટ પણે કહેતા આવ્યા છે અને તેનું ઉપયોગીપણું સ્વીકારતા રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org