________________
|| શ્રી સિહર્ષિ : ઉપધાતઃ એકવીશ, એક સો આઠ પ્રકારની જિનપૂજા, દેવદર્શન વિધિ, સામાયિકના પ્રકારે, છ આવશ્યક, પર્વદિને કરવાની વિશેષ ક્રિયાઓ, પ્રતિષ્ઠા વિધિ, ભજન વિધિ, પ્રત્યાખ્યાનના લાભ અને પ્રકારે, ગુરુવંદનની વિધિઓ અને લાભે વિગેરે આત્મવિકાસના અનેક ક્રિયામાગે બતાવવામાં આવે છે. શ્રાવકના બાર વતે, સાધુના પાંચ મહાવ્રતા, સંવરના માગે અને બાર પ્રકારના બાહ્ય અત્યંતર તપન વિધિ, પ્રકાર અને પરિણામે પર તેમાં વિચારણું આવે છે અને નિત્ય નૈમિત્તિક ક્રિયાના રસ્તા સવિસ્તર જણાવવામાં આવે છે. દ્રવ્યાનુયોગ અને આ ચરણકરણાનુયોગ તદ્દન વિવિક્ત-ભિન્ન છે, છતાં અરસ્પરસ જોડાયેલાં હેઈ કેટલીક વાર ઉપલક દષ્ટિએ ભેળસેળ થઈ ગયેલા લાગે છે, પણ સમાધાન નજરે જોઈએ તે પૃથક્કરણપૂર્વક બરાબર જુદા પાડી શકાય તેવી રીતે સંકળાયેલા દેખાય છે. અભ્યાસની નજરે દ્રવ્યાનુયોગની મહત્તા સાથે પ્રગતિને અંગે આ ચરણકરણનુગની મહત્તા એટલી જ છે અને જ્ઞાનક્રિયાનો સહભાવ સમાનભાવે દેખનાર અને ઉપદેશનાર બન્નેનું સાહચર્ય બહુ ઉપયોગી અને ખાસ જરૂરી પંગુ-અંધ ન્યાયે બતાવે છે. આ બાબતના અભ્યાસી અને ક્રિયા કરનાર મેટી સંખ્યામાં લભ્ય છેજે કે યોગનું જ્ઞાન સંપ્રદાયથી લુપ્તપ્રાય થઈ ગયું જણાય છે.
(૪) ધર્મસ્થાનુયોગ–ચરિત્રો, કથાઓ, વાર્તાઓ, પ્રબંધ, જીવનચરિત્ર, રાસ-એને એક જુદે જ અનુયોગ છે. સાધારણ રીતે ધર્મની હકીકત શુષ્ક લાગે છે, પણ દાખલા દષ્ટાંત સાથે
જ્યારે તેને બતાવવામાં આવે ત્યારે સર્વ જીવો પર તે બહુ અસર કરે છે અને બાળજી ઉપર તે તેના ઉપકારનો પાર રહેતે નથી. જેના કથા સાહિત્ય વિભાગ હિંદમાં મશહુર છે અને ચૂરેપીય ઓલરે પણ એની મુક્તક કે પ્રશંસા કરી રહ્યા છે. કથાસાહિત્યનો વિકાસ જેનોએ બહુ મોટા પાયા પર ક્યા છે. જ્ઞાતાધર્મકથાસૂત્રમાં પૂર્વે સાડાત્રણ ક્રોડ કથાઓ હતી એમ કહેવાય છે. અત્યારે જે કથાસાહિત્ય લભ્ય છે તે પણ ગેરવાન્વિત છે અને એની ખાસ ખૂબી એ છે કે તે નીતિની પિષણે માર્મિક રીતે કરે છે. છેલ્લા ત્રણ વર્ષમાં “રાસા નું સાહિત્ય ખૂબ વિસ્તાર પામ્યું તે આ કથાસાહિત્યની રસમયતા સમજી સમાજના લાભને અર્થે વિદ્વાનોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org