________________
ચાર અનુયાગ ]
તેમજ બીજગણિતની અનેક રચનાનાં બીજ જૈન ગણિતમાં લભ્ય છે. એમણે મને સંશ્લેષ અને વિનિમય ( Permutations અને Combination)ની એવી સુ ંદર ગણતરીએ બતાવી હતી કે હું તા તેની વિગત સાંભળીને જ છક્ક થઈ ગયા. ક્ષેત્ર સબંધી ઉપરચાટીઆ જ્ઞાનને બાજુએ મૂકીએ તે જૈનના ગણિતાનુયાગ તદ્ન લુપ્ત ન થઈ ગયેા હાય અગર તેા થઇ જવાની અણી ઉપર હેાય તેમ દેખાય છે. એ સંબંધમાં કઈ અભ્યાસીનું લક્ષ્ય દેખાતુ નથી.
(૩) ચરણકરણાનુયાગ—આમાં ચર્ચા અને ક્રિયાના સમાવેશ થાય છે. જૈન શાસ્ત્રગ્રંથાના એક મોટા ભાગ આ અનુયાગની વિચારણા કરે છે. ચારિત્ર એટલે Charaeter. એમાં ઘનાવૃત્ત સ્થિતિવાળા આત્માથી શરૂ કરીને એના વિકાસક્રમના માર્ગો બતાવતાં જ્યારથી એ અન્ય પુગળપરાવમાં આવે ત્યારથી એની દશા કેવી રીતે બદલાય છે ? એ એધસંજ્ઞા છેાડી ચેાગષ્ટિમાં કેવી રીતે આવે છે? ત્યાં એના ક્રમસર વિકાસ કેમ થાય છે ? એ માર્ગ પર આવતા જાય ત્યારે એમાં માર્ગાનુસારીના ગુણેા કેમ વધતા જાય છે ? તે ગુણેા કયા કયા છે ? પછી તે યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ કરી અનાદિ મેહગ્રંથીના કેવી રીતે ભેદ કરે છે ? જુઓ( નેટ પૃ. ૮૬–૮૮ પ્રથમ વિભાગ ) એને વેદ્ય–સંવેદ્ય પદ કેમ પ્રાપ્ત થાય છે ? સમિત એ શી ચીજ છે? આત્મવિકાસમાં એનું શું સ્થાન છે? દેશિવરિત પદ શું છે? એમાં દ્રવ્ય અને ભાવના ભેદ કેવા છે ? ચારિત્રમાં સર્વ વિરતિ કાણુ થઈ શકે છે? એની અપ્રમત્ત પ્રમત્તદશામાં શા તફાવત છે? એમાં દ્રવ્ય ભાવપણું કેવું હાય છે? ત્યાંથી પ્રગતિ કરતાં ક્ષીણમેાહ કેમ થાય છે ? મન-વચન-કાયાના યાગના આત્મવિકાસ સાથે કેવા સંબંધ છે? કષાયનુ અથવા આખા માહનીયક તુ સંસારમાં શું સ્થાન છે ? કૈવલ્યજ્ઞાન કેને અને ક્યારે મળે છે ? મુક્તિ શી ચીજ છે ? વિગેરે પ્રગતિ માર્ગ ના રસ્તાઓને અંગે આખા આત્મવિકાસક્રમ આ અનુયાગમાં અનેક રીતે ખતાા છે. એના પેટાભેદોના પાર નથી. કર્મ ગ્રહણ કરવાના માર્ગો, છેડવાનાં માર્ગો, નીતિ વિભાગ અને કર્મ સાહિત્ય આ અનુયાગ સાથે આડકતરી રીતે જોડાયલુ રહે છે. એમાં ક્રિયાવિભાગને અંગે દ્રવ્યક્રિયા અને ભાવક્રિયાનાં સૂત્રા જોડાયલાં રહે છે. એમાં આઠ, સત્તર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org