________________
૪૭૫
વિજ્ઞાન : ] પંછને ભેગવવા જ માંડી હોય તો કેટલો વખત ચાલે ? એમ તે કુબેર ભંડારીના ભંડાર પણ ખૂટી જાય. (સદર પૃ. ૧૪૭૦).
(૯) પરદેશ જતાં લગ્નશુદ્ધિ જોવામાં આવતી હતી, અવશ્રુતિ કરવામાં આવતી, સમુદ્રદેવનું પૂજન કરવામાં આવતું, સફેદ સઢે સજજ કરવામાં આવતા, વહાણમાં કૂવાતંભો ઊભા કરવામાં આવતા, વહાણમાં ઇંધણ અને મીઠું પાણી ભરી લેવામાં આવતાં, લડાયક સામગ્રી વહાણુ પર રાખવામાં આવતી–આ પ્રમાણે તૈયારી કરી પરદેશની સફર કરવામાં આવતી. અને તે જ સ્થાને જવા ઈચ્છનાર અન્ય વ્યાપારીઓને વહણે પર સાથે લેવામાં આવતા (પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૮૮૪). વહાણ ચાલે ત્યારે શંખનાદ થતો અને મંગળપાઠને ઉરચાર થતે (પૃ. ૧૪૮૫).
(d) પરદેશગમનના સાધનોમાં વહાણ અગત્યનો ભાગ ભજવતાં હતાં. ધનશેખર પરદેશ જાય છે ત્યારે વહાણની તૈયારી કરે છે તે ઉપર જોયું. રત્નદ્વીપથી હરિકુમાર સાથે નાસે છે ત્યારે પણ બે વહાણુ શોધી કાઢે છે, એ સાધનસામગ્રીથી સંપૂર્ણ છે એમ ખાત્રી કરે છે અને પછી તેમાં રત્ન (cargo) ભરે છે અને રાત્રિ થતાં ભરતીને વખતે ગુપચૂપ પ્રયાણ કરે છે (પ્ર. ૬. પ્ર. ૭ પૃ. ૧૫૩૮).
(e) ચાર વ્યાપારી કથાનકમાં પૈસા કમાવા માટે રત્નદ્વીપ જાય છે એટલા પરથી પરદેશ જવાની ખૂબ જરૂર હશે અને સાહસિકે તેને સારી રીતે લાભ લેતા હશે એમ જણાય છે. (પ્ર. ૭. પ્ર. ૬. પૃ. ૧૭૦૧)
વિજ્ઞાન
આયુર્વેદ-વૈદું તે માટે જુઓ પ્ર. ૬. પ્ર. ૪, પૃ. ૧૫૦૮-૧૬. શુકનશાસ્ત્ર-નિમિત્તશાસ્ત્ર તે માટે જુઓ પ્ર. ૬.પ્ર.પ.પૃ. ૧૫૧૯.
આંકડા માંડીને નિમિત્ત જોવાય છે. તેમાં આઠ આય હાય છે. ધ્વજ, ધુમ્ર, સિંહ, શ્વાન, વૃષભ, ખર, હસ્તી અને કાગ. એને નાખીને તે પરથી ભવિષ્યને નિર્ણય કરાય છે. (પ્ર. ૬. પ્ર. ૫. પૃ. ૧૫૧૯-૨૧ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org