________________
૪૭૪
[ દશમી શતાબ્દિ : (i) તે યુગને વ્યાપારને ખ્યાલ એ જણાય છે કે જે ખરે વેપારી હોય તે આખે વખત વેપાર જ કરે, એને કાંઈ રમતગમત કે કેતુક હેય નહિ અને જેટલે દરજે તેમ હોય તેટલે દરજે એ વેપારમાં ઓછો ગણાય. (ચારુ અને યોગ્યનું વર્તન-રત્નદ્વીપને અંગે સરખાવે. પ્ર. ૭. પ્ર. ૬. પૃ. ૧૭૦૧-૨ ). બાગમાં ફરવું, વનખંડમાં લટાર મારવી કે સરેવર પર જવું એ વ્યાપારીને ન ઘટે. તે શેખ ગણાતો હતો. (પૃ. ૧૭૦૨).
પરદેશગમન
પરદેશ–દૂર દેશ લોકે નવું નવું જાણવાની જિજ્ઞાસાવૃત્તિથી જતા હતા અથવા વ્યાપારનિમિત્તે જતા હતા તેના ઘણુ દાખલા નોંધાયેલા છે. તે વખતમાં જવા આવવાનાં સાધનો અલ્પ હોવા છતાં પરદેશ જવાની આવશ્યકતા ખાસ સ્વીકારવામાં આવતી હતી એમ જણાય છે. નીચેની હકીકતો આ મુદ્દા પર ખાસ વિચારવા ચોગ્ય જણાય છે. | (a) માર્થાનુસારિતા માસી વિચાર નામના પોતાના ભાણેજને કહે છે. “દુનિયા અનેક પ્રકારના બનાવે, હેવાલો અને કુતૂહલથી ભરેલી છે. તેને જે પ્રાણું પોતાને ઘરેથી નીકળીને પહેલેથી છેલ્લે સુધી તો નથી તે કૂવાના દેડકા જેવો છે એમ સમજવું.” (પ્ર. ૫. પ્ર. ૧૯. પૃ. ૧૨૪૮).
આગળ ચાલતાં માસી કહે છે કે “એવા ઘેર બેસી રહેનારની દુનિયા બહુ ટૂંકી હોય છે, કારણ કે દુનિયાના વિલાસ, હશિયારી, બુદ્ધિ, ચાલાકીઓ અને તેના પ્રકારે, વિવિધ દેશની જુદી જુદી ભાષાઓ જાણવા લાયક હોય છે, લોકોની અનેક પ્રકારની ઈચ્છાઓ અને આચારેની સુંદરતા જોવા લાયક હોય છે.” (સદર)
(b) ગમે તેટલું ધન હોય તે પણ પરદેશ જઈ વધારે ધન મેળવવું જ જોઈએ એવા ધનવાના વિચારો હતા.(પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૬૯). ધનશેખર કહે છે કે જે લક્ષ્મી પૂર્વપુરુષોએ પેદા કરેલી હોય તેને ઉપભેગ કરતાં માણસે શરમાવું જોઈએ. મૂર્ખ માણસે જ એવી વડિલેપાર્જિત લક્ષમી વાપરે. કુળક્રમાગત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org