SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦, [ દશમી શતાબ્દિક () સન્નિપાત થયેલ હોય તેને ક્ષીર (દૂધ) અપથ્ય છે (પ્ર. ૪. પ્ર. ૨. પૃ. ૭૧૬). કેઈને સખ્ત પછાડ લાગ્યો હોય તેને ખટાશ ખવરાવવામાં આવે તે આખે શરીરે સોજા થઈ આવે છે (સદર). (i) ઊંટવૈદુ પણ ઘણું ચાલતું હશે એમ સદાશિવ ભૈતાચાર્યની કથા પરથી જણાય છે (પ્ર. ૪. પ્ર. ૧૦. પૃ. ૮૧૩–૧૫). શિખામણું ન સાંભળે તેને માર મારવો એવું પણ તે હકીક્તમાંથી નીકળે છે. (૩) તાવ આવે ત્યારે કાંઈ ખાવું નહિ, પવન ન આવે તેવા ઓરડામાં જઈ આરામ કરો, લાંઘણ કરવી, ઉકાળેલું પાણી પીવું એ અજીર્ણને મટાડવાના ઉપાયો છે ( વેલવલ કથા પ્ર. ૪. પ્ર. ૧૧. પૃ. ૮૨૧-૨). | ( k ) તાવ, અતિસાર, કઢ, હરસ, પરમીઓ, પ્લીહ (બળ વધવી તે), ધૂમક (હરસ?), અમ્લક, સંગ્રહણી, પડખામાં શૂળ, હેડકી, શ્વાસ, ક્ષયરોગ, ભમરી, ગુલ્મ (ગોળો), હૃદયરોગ, મૂચ્છો, સંગ્રહણી, ધુજ, ખસ, કોઢ, ધાધર, અરુચિ, શેફ (જ), ભગંદર, ગળાના વ્યાધિ, ચળ, જળદર, સનેપાત, શેષ, શરદી, આંખના રેગે, વિદ્રધિ-આટલાં નામે રૂજા સાથે બતાવ્યાં છે (પ્ર.૪ પ્ર. ૨૮. પૃ. ૯૮–૯). (1) ગળત કેઢ થાય છે ત્યારે એ કેઢ ગળ્યા કરે છે, એ વ્યાધિવાળા મનુષ્યનું નાકચીબું થઈ જાય છે, એનો અવાજ ઘોઘરો અને અસ્પષ્ટ થાય છે, એની આંગળીઓ ટૂંકી ટૂંકી થતી જાય છે ને ઉખડી પણ જાય છે (પ્ર. ૫. પ્ર. ૧૩. પૃ. ૧૨૪૪). શૂળ થાય છે ત્યારે દરેક પળે સણકો આવે છે અને એ વ્યાધિવાળો પિતાના હોઠને વારંવાર દબાવ્યા કરે છે, દાંતને દાબે છે અને ભવાં ચઢાવે છે (સદર પૃ. ૧૨૪૫). (m) વાયુ, પિત્ત અને કફ એ શરીર સંબંધી ત્રણ પ્રકારના દે છે. વાયુ અનેક પ્રકારના હોય છે તે તેનાથી ઊલટા પ્રકારની વસ્તુથી શમે છે. પિત્તના પાંચ પ્રકાર છે અને કફના પણ પાંચ પ્રકાર છે. રસના છ પ્રકાર છે. મીઠે, માટે, ખારો, તીખો, કડવો અને તરે. પ્રથમના ત્રણ રસ કફને વધારે છે, છેલ્લા ત્રણ વાયુને વધારનાર છે અને તીખો ખાટો અને ખારો રસ પિત્તને વધારે છે. ઊલટા રસો તે પર વિજય મેળવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy