________________
વ્યાધિ–ઉપાય : ]
૪૬૯
(b ) આંખમાં અંજન આંજવાથી આંખના વ્યાધિ જાય છે એવી માન્યતા હતી ( પૃ. ૧૨૯ ) એ તે અત્યારે પણ પ્રચલિત છે; પણ પાણી (જળ) પીવાથી તે ‘ સર્વરાગાને ઓછા કરે છે અને શરીરમાં રહેલા ઉન્માદના એકદમ નાશ કરે છે ’ ( પૃ. ૧૨૯ ) એ વાત ખાસ વિચારવા જેવી છે. અમુક ક્ષારવાળા પાણીના ઝરાને મહિમા અત્યારે પણ અમુક અમુક વ્યાધિઓને અંગે ગવાય છે. કેટલાક ઝરાના પાણી વ્યાધિ કરનાર હાય છે અને કેટલાકના પાણી વ્યાધિ મટાડનાર હાય છે, તે વાતની જડ અહીં પ્રાપ્ત થાય છે.
.
( ૦ ) પરમાન્ન એટલે ખીર. ખીર ખાવાથી શા લાભા થાય તે બતાવતાં કહે છે કે - તે સર્વ વ્યાધિઓને મૂળમાંથી નાશ કરવાને શક્તિમાન છે, તેને બરાબર વિધિપૂર્વક ખાવામાં આવેલ હાય તા તે શરીરના વણુ વધારે છે, પુષ્ટિ કરે છે, ધૃતિ આપે છે, ખળ પ્રાપ્ત કરાવે છે, મનને આનંદમાં રાખે છે, પરાક્રમીપણું લાવી આપે છે, નિરંતર યુવાવસ્થા ટકાવી રાખે છે, વીર્યમાં વધારે કરે છે અને અજરામરપણું પ્રાપ્ત કરાવે છે. ( પૃ. સદર ) અમુક રીતે તૈયાર કરેલી ક્ષીરમાં આટલા બધા ગુણા આવી શકે તે ખાસ સમજવા યોગ્ય છે. આ બાખતમાં અતિશાક્તિ નથી કે ઉપમા નથી એ આજુબાજુના સ ંબંધ વિચારતાં સ્પષ્ટ જણાય છે.
"
( d ) ઉન્માદ, કાઢ, ખુજલી, શૂળ એટલા વ્યાધિનાં નામે પૃ.
૧૬ માં આપ્યાં છે.
( ૭ ) પૃ. ૧૮૨ માં શૂળ, દાહ, મૂંઝવણ, તાવ, શરદી, જડપણું, છાતીમાં તથા પડખામાં વેદના ( શૂળ ), ઉન્માદ, અરુચિ :એટલાં નામેા આવે છે.
( f ) પૃ. ૧૬( પીઠબંધ )માં ઉન્માદ ( સન્નેપાત ), તાવ, કાઢ, ખુજલીનાં નામેા બતાવ્યાં છે અને રૃ. ૬૦ માં તેના ખુલાસા કરતાં જળાદર ને નેત્રરાગનાં નામેા આપ્યાં છે.
( ૪ ) ભસ્મક વ્યાધિવાળાને ગમે તેટલું ખાવાનું તથા પીવાનું આપવામાં આવે તે સ તે ખાઇ જાય છે અને તે તેના શરીરમાં ભસ્મીભૂત થઈ જાય છે (પ્ર. ૩. પ્ર. ૫. પૃ. ૪૦૧),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org