________________
શેક વખતે વર્તનઃ ].
૪૬૭ થાય એટલે તે લોહીની આહુતિ આપે. આવા પ્રગો આઠ દિવસ ચાલે અને ૧૦૮ જાપ પૂરા થાય. એ પ્રાણી ઉપર કેઈથી દયા ન ખવાય. વળી એના શરીર પર સોજા લાવવા એને ખાટા પદાર્થો ખવરાવવામાં આવે અને શરીરને તદ્દન બહેરું બનાવી દેવામાં આવે. આઠ દિવસ સુધી દરરોજ એક સો આઠ જાપ એ રીતે થાય અને આહુતિઓ અપાય (પ્ર. ૩. પ્ર. ૯, પૃ. ૪૪૭-૮).
(b) તપન ચક્રવતી પાસે મેલી વિદ્યાનો જાણનાર યોગેશ્વર હતા. એણે પિતાની પાસેના યોગચૂર્ણની એક મુઠ્ઠી ભરી રિપુદારણને લગાવી, એટલે એનું હૃદય શૂન્ય થઈ ગયું અને પોતે જાણે ઊંડી ગુફામાં ફેંકાઈ ગયા હોય તે થઈ જઈ પોતાનું સ્વરૂપ પણ ન જાણી શક્યા. પછી તો એની પાસે નાચ-નાટક કરાવ્યા. તે પર ચર્ચા અન્ય સ્થાનકે થશે. મેલી વિદ્યાથી શરીર તદ્દન બહેરું કરી શકતા હતા એમ એ ઉલ્લેખથી જણાય છે (પ્ર. ૪. પ્ર. ૪૦. પૃ. ૧૧૨૪).
(c) મંત્રવિદ્યાને પરિણામે નિધાન હાથ કરવાનો વખત આવે ત્યારે છેલ્લી ઘડીએ વૈતાળો છળ કરે અને સાધ્યપ્રાપ્તિમાં આડા આવે એવી તે સમયમાં માન્યતા હતી (મ, ૮. પ્ર. ૯, પૃ. ૧૯૪૫).
શોક વખતે વર્તન
મરણ વખતે રડવાફૂટવાના રિવાજ તે યુગમાં કેવા હશે તેના અનેક પ્રસંગે કથાગ્રંથમાં આવે છે. નીચેના મુદ્દાથી તે પર અજવાળું પડશે.
(2) રિપકંપનને નવો જન્મેલ દીકરે સુરતમાં જ અસાધ્ય વ્યાધિથી ગુજરી ગયા ત્યારે તેની રાણી “મતિકલિતા અને રતિલલિતાનાં માથાના ચોટલાઓ છૂટા થઈ ગયા, ભાંગી ગયેલાં આભૂષણે લલાટ સાથે અફળાવીને તેઓ માથા કૂટવા લાગી અને એવી સેંકડો રીતે રાણીઓએ રડારોળ કરી મૂકી. આખા મુખમાં લાળ ભરાઈ ગઈ, દીન બની જઈ તેઓ જમીન પર આળોટવા લાગી, માથાના વાળ ચુંટચુંટને તેડવા લાગી અને મોટેથી પોક મૂકીને કેળાહળ કરવા લાગી. ” (પૃ. ૯૫૧). અત્યારે ટેળે મળીને જે પ્રકારે આકંદ કરે છે તે રિવાજ તે વખતે જોવામાં આવતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org