________________
મહત્સવ : ]
૪૬૫ ( ૧ ) જુવાનીનું જોશવાળું વર્તન ધનશેખર બરાબર બતાવે છે. એને ભેગવિલાસથી તૃપ્તિ થતી નથી. એ વિધવા સ્ત્રીઓ, ભગત સ્ત્રીઓ અને જેના પતિ પરદેશ ગયેલા હોય છે તેવી સ્ત્રીઓમાં રખડે છે, ઊંઘ વેચે છે અને લાજ મૂકીને ભટકે છે (પ્ર. ૬. પ્ર. ૬. પૃ. ૧૫૩૩). છેવટે ઢેઢ ભંગીયણ જેવી સ્ત્રીઓમાં પણ એ રખડે છે.
એની સાથે ઘડપણનું જે વર્ણન કર્યું છે તે તે સમયની લાક્ષણિક સ્થિતિ બતાવે છે. ઘરડા માણસે “ હજારે દુઃખના ભંગ થઈ પડે છે, રાંક જેવા થઈ જાય છે, તેમની પોતાની સ્ત્રીઓ પણ તેમને હડધૂત કરે છે, કુટુંબીઓ તેમને તિરસ્કાર કરે છે, બાળબચ્ચાંઓ તેમની મશ્કરી કરે છે, જુવાન સ્ત્રીઓ તેમના તરફ ધિક્કાર બતાવે છે, તેઓ વારંવાર ઉધરસ ખાધા કરે છે, ભાંગીતૂટી ખાટલીમાં પડી આળોટ્યા કરે છે, તેઓનાં નાકમાંથી લીટ ચાલ્યું જતું હોય છે.” વિગેરે ( પૃ. ૯૭).
મહત્સ
(a) મંદિર ઉપર શીળો કરવા પડદા લગાડવા, કસ્તૂરી, ચંદન, કપૂરનું મિશ્રણ કરી સુંદર લેપ જમીનતળ પર કર, પાંચ જાતિના સુગંધી ફૂલથી મંદિરનું તળ ઘુંટણ સુધી ભરવું, ચંદરો બાંધો, ચંદરવા નીચે થાંભલા પર કાચો બાંધવા, મેતીની માળા લટકાવવી, ચોતરફ ધૂપ કર, સુગંધી દ્રવ્ય ચોતરફ ફેલાવી મંદિરને સુગંધમય કરવું–આ રીતે દ્રવ્યશુદ્ધિ કરવાનો રિવાજ જણાય છે. મોટા રાજાઓ હાથમાં કળશ લઈ ઊભા રહે, મહારાણું ચામર ર્વષ્ઠ, મંત્રી મુખકેશ બાંધી ધૂપધાણ લઈ ઊભે રહે (પ્ર. ૩. પ્ર. ૧૫. પૃ. ૫૧૪-૬). દીક્ષા લેનાર મોટું દાન કરે એવો તે સમયે પણ રવાજ હોય એમ જણાય છે. ખરેખરી નેંધવા લાયક વાત એ છે કે દીક્ષા લેનાર મનીષીને હાથી પર બેસાડવામાં આવે છે અને ખૂદ રાજા તેની પછવાડે બેસી તેને છત્ર ધરે છે. (પૃ. ૫૧૭)
(b) અઠ્ઠાઈમહોત્સવ માટે મંડપ તૈયાર કરાવો અને ત્યાં દાન આપવું—એવો રિવાજ હતો. જેને નિમિત્તે મહત્સવ થાય તેને
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org