________________
૪૬૩
રમતગમત : ]
૨. રમતગમતમાં કુળવાન સ્ત્રીએ સારી રીતે જાહેરમાં ભાગ લેતી હતી એમ રતિલલિતાના નાચ પરથી પૃ. ૯૩૯ પરથી જ જણાય છે.
૩. નાચને અંગે ‘અંગહાર’ નામના નાચ આવે;છે. (પીઠમ ધ પૃ. ૬૯) એ નાચમાં આંગળીએ અને શરીરનાં બીજા અવયવાના લટકાએ કરવામાં આવે છે. હાલમાં ભૂતકાળના નાચાનું પુનર્જીવન કરવામાં આવે છે તે વખતે આ શબ્દપ્રયોગ ધ્યાનમાં રાખવા લાયક જણાય છે.
૪. વીણા વગાડવી, દડા ઉડાડવા એ રમત નોંધાયલી છે. ત્યાર પછી ‘પત્રચ્છેદ'ની રમત લખી છે. શરીર પર મેંદી કે ચંદનના ચિત્ર કાઢવા એવા એના અર્થ અનુમાનથી કર્યા છે. (પ્ર. ૩. પ્ર. ૨૦. પૃ. ૫૬૮)
૫. રાજાની છેકરીઓ હાથમાં કડા લઈ તેને ઉછાળવાની રમત કરતી જણાય છે. મેના–પાપટને પાળવામાં અને તેમને રમાડવામાં પણ આનંદ માનવામાં આવતા હતા. (પ્ર. ૬. પ્ર. ૬. પૃ. ૧૫૧૯)
જુવાની–તેના ચાળા—
( a ) જીવાની જાળવવા માટે એ યુગના માણસા ખૂબ ચાસ રહેતા એમ જણાય છે. હાલમાં જેમાં Rejuvenationના પ્રયાગ જીવાની જાળવવા માટે થાય છે અને વાંદરાની નસ મનુષ્યના શરીરમાં નાખી અસલ નબળી પડતી નસને દૂર કરવામાં આવે છે તેમ અસલ કુટીપ્રાવેશિક નામનું રસાયણ તૈયાર કરવામાં આવતું હાય એમ જણાય છે. એ રસાયણના ઉપયાગથી શરીર વળીઆ, ધેાળા વાળ, ( માથાની ) તાલ અને ખાડખાંપણ વગરનુ થાય છે અને વૃદ્ધાવસ્થા દૂર થાય છે એમ જણાવવામાં આવે છે. એથી શરીર દેવકુમાર જેવી કાંતિવાળું થાય છે, સર્વ વિષયે ભાગવવાને સમર્થ થાય છે અને બહુ બળવાળું થાય છે એમ પણ જણાવવામાં આવ્યું છે. ( પીઠબંધ પૃ. ૬૮–૯ ).
( b ) યુવાવસ્થામાં ચેનચાળા કેવા થતા હશે તેનું વર્ણન દેવી કાળપરિણિત આપે છે: “ ત્યારપછી કુમારભાવ પૂરા થાય એટલે તરુણુપણું ધારણ કરી, ત્યાં સર્વ વિવેકી પ્રાણીઓને હાસ્ય ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org