________________
૪૬૨
[ દશમી શતાદિ :
ભવાં સાથે દરેક અભ્યાસ કરનાર બાળકોની સાથે કજીઆ કરું, સર્વની ખાનગી બાબતની ચાડી કળાચાર્ય પાસે ખાઉં, સાચું ખોટું બેલું, તેઓ વચ્ચે પડીને મને સમજાવવા યત્ન કરે તે સહન પણ ન કરું અને લાકડી કે બીજું જે કાંઈ હાથમાં આવે તે વડેદરેક અભ્યાસીને ફટકાવું.” (પ્ર. ૩. પ્ર. ૧. પૃ. ૩૫૧. ) તે યુગના છોકરાઓનું આ લાક્ષણિક ચિત્ર છે. છોકરાઓને નંદિવર્ધનને ભય પણ એટલે લાગતો હતો કે કળાચાર્ય પાસે નંદિવર્ધનના તોફાનની વાત કહેવાની તેમની હિંમત પણ ચાલતી નહોતી.
( ૯ ) રિપુદારણ ગુરુના આસન પર ચઢી બેસતો. તેફાની છોકરાઓ બાળવયમાં આવાં ટીંખળ કરતા હતા (પ્ર. ૪. પ્ર. ૨. પૃ. ૭૧૭ ) અને પાછા પોતાને ગુન્હો બીજા ઉપર ઢળી પાડતા હતા. ( સદર ) ગુરુના આસન પર બેસવું એ તે સમયમાં ગુન્હો ગણતો હતો.
( 4 ) નિશાળના છેકરાઓમાં તો અરસ્પરસ ધમાલ કરવી, ચાડી ખાવી અને શિક્ષક પાસે ફરિયાદ કરવાની આપણું ધૂડી નિશાળે જેવી પદ્ધતિ જણાય છે. (પ્ર. ૪. પ્ર ૨. પૃ. ૭૧૮)
( ) તેફાની છોકરાઓને માર મારવાની રીત પ્રચલિત જણાય છે. સદાશિવ તાચાર્યની ઉપકથા એ વિષય પર સારે પ્રકાશ પાડે છે. (પ્ર. ૪. પ્ર. ૧૦. પૃ. ૮૧૩–૫)
રમતગમત (Sports) વિગેરે–
રમતગમતના કેટલાક પ્રસંગે દશમી શતાબ્દિના લેખકે વર્ણવ્યા છે.
૧. વસંતમાસમાં લેકે નગર બહાર નીકળી પાનશેષ્ટિ કરે છે. વનભાગમાં વિલાસ કરતી સ્ત્રીઓની આસપાસ ધનવાન યુવકે ફરી વળેલા દેખાય છે. સ્ત્રીઓ ઝાડ સાથે લટકાવેલા હીંચકા ખાય છે. સ્ત્રીઓ રાસ લેતી દેખાય છે. કેઈ વનવિભાગમાં સ્ત્રીપુરુષના યુગલે અરસ્પરસ ભેટીને બેસી ગયા છે. (મ. ૪. પ્ર. ૨૧. પૃ. ૯૨૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org