________________
પ્રેમ કરવાના વિવિધ પ્રકાર : ]
૪પ૭ વરને આપવામાં આવે, એ વર એને પસંદ પડે અને એ વર ધમીંછ અને ધનવાન હોય તો એની બાબતમાં નિશ્ચિતપણું પ્રાપ્ત થાય છે.” (૨ ૮. પ્ર. ૩. પૃ. ૧૮૭૮)
પ્રેમ કરવાના વિવિધ પ્રકારો
(a) ચિત્રપટને જોઈને પ્રેમ લાગ્યું અને તાપસી મારફતે મયૂરમંજરી અને હરિકુમારને સંબંધ જોડવા ધનશેખર પ્રયાસ કરે છે. એ સમયમાં પણ પ્રેમલગ્ન થતા હતા એમ જણાય છે. (પ્ર. ૬. પ્ર. ૫) પ્રેમપાત્રની ખાતરી માટે એ બે હાથનાં દેરેલાં ચિત્રો રજૂ કરે છે. વિદ્યાધરમિથુન અને વિયાગી રાજહંસીના ચિત્ર દ્વારા પ્રેમપાત્રની મદશા વ્યક્ત કરે છે. આ પ્રેમ કરવાની રીતિ ખાસ ધ્યાન ખેંચે તેવી છે. એનું વર્ણન પ્ર. ૬. પ્ર. ૬ માંથી વાંચવા યોગ્ય છે.
(b) સ્ત્રીઆસક્ત પ્રાણીઓ પિતાને ઘેર મિત્રને પણ બેલાવતા નથી, સ્ત્રી તરફ કેઈ નજર ન કરે તેની ચીવટ રાખે છે અને સ્ત્રી જાણે પોતાને પરમાત્મા હોય તેમ તેની સાથે વર્તે છે. ( પીઠબંધ પૃ. ૭૮.)
(૦) નામ સાંભળીને વગર જોયે પણ પ્રેમ થયાના દાખલા નંધાયેલા છે અને વ્યાહ થયા પછી તે ખાવુંપીવું, રમત-ગમત સર્વ વિસારે પડી જાય એવી સ્થિતિ થાય છે. (પ્ર. ૩. પ્ર. ૨૦. પૃ. પ૬૮)
() વિજય પ્રાપ્ત કરી નગરપ્રવેશ કરનાર પર તારામૈત્રકથી પ્રેમ બંધાય છે. જુઓ કનકમંજરી અને નંદિવર્ધન સંબંધ. (પ્ર. ૩. પ્ર. ૨૪. પૃ. ૫૮૯ )
(e) કામદેવને પ્રભાવ વિચિત્ર હોવાથી કામાસક્ત માણસે કદી સીધે જવાબ આપતા નથી, એ ત્રણ કાળમાં સાચી વાત હોય એવી સ્થાપના કરવામાં આવી છે. (પ્ર. ૩. પ્ર. ૨૪. પૃ. ૫૯૪).
(f) ગુણધારણ કુમાર નગર બહાર બગિચામાં જાય છે, ત્યાં ઝાડની નીચે હીંચકા ખાતી મદનમંજરી ઉપર પ્રેમમાં પડી જાય
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org