________________
૪૫૬
[ દશમી શતાબ્દિક ઉપરથી સ્ત્રીઓ વિશેષતઃ ઘરમાં જ રહેતી હશે એવું અનુમાન સહજ થાય છે.
(૧૬) બકુલશેઠને ત્યાં ધનશેખર આવી પહોંચે છે, તેને સત્કાર કરી જમાડી તે કેણ છે એમ પૂછે છે, તેનાં કુળ, શીલ, વય ને રૂપ ચગ્ય જાણી તેને આનંદ થાય છે અને પિતાની એકની એક દીકરી કમલિનીને પતિ થવા છે એમ જાણી છોકરીને બોલાવે છે. અરસ્પરસ બન્નેને રાગ જાણું પુત્રીની સંમતિથી તેને ધનશેખર સાથે વિવાહ કરે છે. આ લગ્નસંબંધમાં પુત્રીની ઈચ્છા અને પિતાની સંમતિ એ ખાસ નેંધવા જેવું છે. તેમજ આ રિવાજ દશમી સદીમાં હતા તે ખાસ બેંધવા જેવું છે. (પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૭૭)
(૧૭) સ્ત્રીૌંદર્યને તે યુગને ખ્યાલ નીચે પ્રમાણે જણાય છે: વિશાળ સ્તન, વિશાળ આંખ, પાતળી કેડ, મોટા નિતંબ, હાથણી જેવી ચાલ. (પ્ર. ૬. પ્ર. ૬. પૃ. ૧૫૪૦) આવી સ્ત્રીઓ સૌદર્યશાળી ગણાતી હતી. છોકરીને લગ્નમાં આપવા પહેલાં પતિના કુળ શીલને બરાબર અભ્યાસ કરવો જોઈએ, એમ ન કરવામાં આવે અને પતિ મૂર્ખાઈ કરી દીકરીને પરાભવ કરે, તેને મારે-ફૂટે અથવા તેની સાથે પૂરતો સ્નેહસંબંધ ન રાખે તે વડિલેને મોટે સંતાપ થાય. આ પુત્રીલગ્નસંબંધ પરત્વે તે યુગને ખ્યાલ હતે. (પ્ર. ૭. પ્ર. ૧૬. પૃ. ૧૮૨૫)
(૧૮) છોકરાના જન્મપ્રસંગે ખૂબ ઉજવાતા વર્ણવ્યા છે, પણ છોકરીને જન્મ તે માત્ર વિદ્યાધર કનકેદર જ ઉજવે છે. (પ્ર. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૬૨) છોકરીનું સમાજમાં શું સ્થાન હશે તે આ ઉપરથી જણાય છે.
(૧૯) કરીને સમાજમાં તે વખતે શું સ્થાન હતું તે નીચેના વાક્ય પરથી માલૂમ પડે છે. એ વાક્ય વિદ્યાધરપતિના મુખમાં મકર્યું છે તે આ પ્રમાણે છે –“દીકરી જન્મે ત્યારે શેક કરાવે છે, મેટી થતી જાય છે ત્યારે ચિંતા કરાવે છે, અન્યને આપી દેવાને વખત આવે ત્યારે અનેક સંકલ્પવિકલ્પ કરાવે છે અને ખરાબ સ્થિતિમાં આવી પડે ત્યારે અત્યંત શેક કરાવે છે. એને જે યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org