________________
૪૫૨
[ દશમી શતાબ્દિ ? તેને સરસ્બે સ્ત્રીને નમન કરે એ વાત બનવાજોગ મનાય નહિ. અને ત્યાં તો વ્યાપકલક્ષણ કરે છે કે રવિ શી જિઇ રેવતા એટલે સર્વ સ્ત્રીઓને પૂજ્યભાવ સ્પષ્ટ રીતે આપવામાં આવ્યા છે. સ્ત્રીઓનું સમાજમાં સ્થાન શું હશે તે આ હકીક્ત બતાવે છે. (પૃષ્ઠ સદર)
(૬) માતાએ પુત્રના સંસ્કાર પર બહુ જબરી અસર કરતી હશે એવી માન્યતા જણાય છે. અકુશળમાળાએ બાળ પર પિતાને કેવો પ્રભાવ પાડ્યો અને શુભસુંદરીએ મનીષી પર કે પાડ્યો એ લાક્ષણિક દષ્ટાંત છે. (. ૩. પ્ર. ૫) અને સામાન્યરૂપાએ પ્ર. ૩. પ્ર. ૭ માં ગુંચવણું થાય ત્યારે થોડા વખત પસાર કરી જવાની પિતાના પુત્ર મધ્યમબુદ્ધિને સલાહ આપી અને તે પર હજુપ્રગુણાની વાત કરી તે તે યુગની સ્ત્રીઓની દીર્ઘ વિચારણુશક્તિને ખ્યાલ આપે છે.
(૭) મદનકંદળીનું વર્ણન પ્ર. ૩. પ્ર. ૧૦. પૃ. ૪૫૭માં વાંચતા. જાણે સ્ત્રીઓએ શરીર પર વિલેપન કરવું, કપડાં ઘરેણાં પહેરવાં અને મજશોખ માણવા એ સ્ત્રીકર્તવ્ય હોય એમ જણાય છે. પ્રજ્ઞાવિશાળ જેવી ચતુર સ્ત્રીઓ હોય છે ખરી, પણ ઘણીખરી સ્ત્રીઓ તે પુરુષવર્ગની મેજને પૂરું પાડનારી પુતળીઓ હોય એવું જણાય છે.
(૮) જાહેર પ્રસંગેએ મેટા વરઘોડામાં સ્ત્રીઓ ચામર વીંઝતી હતી (મ, ૩.પ્ર. ૧૭. પૃ.૫૩૮) એ ઉપરથી જણાય છે કે સ્ત્રીઓ પુરુષો સાથે પૂરતી છૂટથી મળતી હતી અને મહત્સવમાં ભાગ લેતી હતી.
(૯) ભાઈબહેન કબૂલાત કરતા કે બન્નેને જે પુત્ર પુત્રી થાય તે તેના લગ્ન કરવા. (પ્ર. ૩. પ્ર. ૨૦. પૃ. ૫૬૭) આવાં સાટાં જન્મ પહેલેથી થઈ જતા હતા એવી વાત વાંચીએ છીએ તેથી તેવો રિવાજ પણ તે કાળમાં પ્રચલિત હોવાનો સંભવ રહે છે. લગ્નસંબંધમાં છોકરીની ઈચ્છા પૂછવામાં આવતી હતી અને કેટલીક વાર જોખમ ખેડીને પણ તેનું ધાર્યું કરવાની પિતા રજા આપતા હતા. (પ્ર, ૩. પ્ર. ૨૦. પૃ. ૫૬૯) રત્નવતી જેવી સુંદર સ્ત્રી હોવા છતાં નંદિવર્ધન કનકમંજરીને દૂરથી જુએ છે ત્યાં એવો ઘાયલ થઈ જાય છે કે એના વિકારનું વર્ણન કરવામાં અને એની વિરહદશાને વ્યક્ત કરવામાં ગ્રંથકર્તાએ લંબાણ વિવેચન કર્યું છે. (પૃ. ૫૯૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org