________________
સમાજમાં સ્ત્રીઓનું સ્થાન : ]
૪૪૯
રાણી મરી જાય છે ત્યારે એના બેદના પાર રહેતા નથી. ( પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૮૭–૮) ત્યારપછી તુરતના જન્મેલ બાળકને એ માતા તરીકે ઉછેરે છે અને એના બચાવ માટે એના મામાને ઘેર રત્નદ્વીપે પહોંચી જાય છે.
( d ) દાસીઓનુ` સમાજમાં સ્થાન કેવું હશે તે હિરકુમારના વિનાદમાંથી-મન્મથના સવાલમાંથી પ્રાપ્ત થાય છે. ‘તું દાસી છે તેથી તારા હાથથી હું ભિક્ષા લઈશ નહિ,' એ પ્રમાણે ભિખારીએ કહ્યું એટલે તે સ્ત્રી લજવાઈ ગઈ. દાસીના હાથથી ભિક્ષા પણ ન લેવી ઘટે એટલું તેનું નીચું સ્થાન હતું, એ પરિસ્થિતિ આ પ્રસંગે પ્રસ્તુત ગણાય. ( પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૫૦૨~૩ )
( ૭ ) દાસી પુત્રજન્મની વધામણી આપે તેના બદલામાં તેનુ દાસીપણું હંમેશને માટે દૂર કરવાને રિવાજ રાજ–રજવાડામાં જણાય છે. ( પ્ર. ૭. પ્ર. ૧. પૃ. ૧૬૪૬)
આવી દાસીએ ગુલામ તરીકે જ રહેતી હતી એમ જણાય છે. તેમને ખાવાપીવાનું આપવામાં આવતું. પગાર સંખ"ધી કાઇ જાતને ખંઢાબસ્ત નહેાતા તે જ તેમની ગુલામગીરી ખતાવે છે. પુત્રજન્મ વખતે તેમનુ દાસપણું દૂર કરવામાં આવતું હતું તે ખતાવે છે કે એ લગભગ ગુલામગીરીમાં જ હતી.
તે સમયના સમાજમાં સ્ત્રીઓનું સ્થાન~~
( ૧ ) દશમી શતાબ્દિમાં પડદાના રિવાજ બહુ જણાતા નથી. સ્ત્રીએ જાહેરમાં ઊઘાડે મ્હાંએ ભાગ લેતી જણાય છે. ૫. ૪. પ્ર. ૨૨ માં વસતાત્સવ થાય છે ત્યારે આખું નગર ગામ બહાર નીકળી પડતું જોવામાં આવે છે અને સ્ત્રીઓ પુરુષા સમક્ષ નાચતી દેખાય છે (પૃ. ૯૩૪). આ બનાવ ત્યાં તે કદાચ અસાધારણ ગણી શકાય, પણ દરેક જન્માત્સવની નોંધમાં પણ સ્ત્રીઓને નાચતી બતાવવામાં આવી છે, તેથી જાહેરમાં નાચ કરવાના રિવાજ તે સમયમાં હશે એમ જણાય છે. ત્રીજા પ્રસ્તાવમાં વિમલાનના અને રત્નવતી નગર જોવા એકલી નીકળી પડે છે એ પણ બતાવે
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org