________________
[ દશમી શતાબ્દિ ? (૦) દુર્ભાગી માણસનું વર્ણન કરતાં જણાવે છે કે એવા પ્રાણીઓ લકામાં અપ્રિય થઈ પડે છે, પોતાના માલેક( શેઠ સ્વામી )ને પણુ પસંદ પડતા નથી, પોતાની સ્ત્રી પણ તેને હડધૂત કરે છે, છોકરાઓ તેના કહ્યામાં રહેતા નથી, બાંધવો તેને જોવાની ઈચ્છા રાખતા નથી, એના સગા ભાઈઓ પણ એની સાથે બોલતા નથી. (પ્ર. ૪. પ્ર. ૨૮. પૃ. ૧૦૧૧)
(4) વિમળકુમારે પિતાની પરવાનગી લઈ હિમભવનની યોજના કરી ત્યાં કોઈ પ્રકારનાં દુઃખ કે ત્રાસથી હેરાન થતાં માને રાખવા અને તેમનાં દુઃખ દૂર કરવાની ધારણ કરી. (પ્ર, પ. પૃ. ૧૧. પૃ. ૧૧૨૬.) એ ઉપરથી ગરીબ કે દુઃખીને માટે યોજના કરવી એ તે યુગમાં રાજ્ય ધર્મ ગણાતું હતું એમ લાગે છે. પણ એના અંતરમાં વડીલપણને ભાવ અથવા મુરબ્બીવટ દેખાય છે અને જાણે તેમ કરવું એ ફરજરૂપે નહિ, પણ ખાસ કૃપાદ્રષ્ટિએ થતું હોય એમ સમજાય છે તે ઉપરથી વર્તમાન કાળના “સમાજવાદ’ના કઈ પણ સૂત્રને દશમી સદીમાં સ્થાન હોય એમ લાગતું નથી.
દાસ-દાસીની સ્થિતિ
() દાસ અને દાસીઓનો રિવાજ દશમી સદીમાં ખૂબ જણાય છે. દાસીઓ નોકરી કરતી અને છતાં તેમનામાં માતા જેવું વાત્સલ્ય પણ રહી શકતું. કપિંજલ દાસી કનકમંજરીની ધાવમાતા હતી. કનકમંજરીને દાહવર થાય છે ત્યારે એ છોકરી તરફ અસાધારણ વાત્સલ્ય બતાવે છે. (પ્ર. ૩. પ્ર. ૨૪. પૃ. ૫૭)
_(b) વળી એવી દાસીઓ લગ્નસંબંધ જોડી આપવાના કેલકરાર પણ કરે છે અને પ્રેમીઓને નજીક લાવે છે. (સદર ) ત્યાં કપિજલાએ તેતલિ સારથી સાથે વાતચીત કરી તે આખી દશમી સદીનું માનસ રજૂ કરે છે.
(૦) એવી દાસીઓ ઘણુ વાર ખૂબ નિમકહલાલ અને સેવાભાવી પણ હોય છે. આનંદપુરના કેસરી રાજાની રાણી કમળસુંદરીની દાસી વસુમતી એની સ્વામિનીની સુવાવડ જંગલમાં કરે છે અને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org