________________
તે સમયની ગરીબાઇ : ]
૪૪૭
મહેનત કરવાની તેનામાં શક્તિ નથી, ભૂખથી તેનુ શરીર તદ્ન લેવાઈ ગયેલુ છે, તે હાડપિંજર જેવા દેખાય છે, તે ભાંગેલુ ઠીકરું લઈને ભીખ લેવા માટે રાતદિવસ ઘેર ઘેર ભટકે છે, જમીન પર સુવાથી તેનાં પાસાં ઘસાઈ ગયેલાં છે, ફાટેલાં વસ્ત્રથી તેનું શરીર અડધું ઢંકાયલું છે, તેના શરીરમાં પાર વગરના રાગે છે અને તેને અનેક પ્રકારની વેદનાઓ ભાગવતા બતાવવામાં આવ્યે છે.
( b ) દરિદ્રતા—ગરીબાઈને લાવનાર માહ્ય કારણેામાં નીચેનાં ગણાવ્યાં છે: જળ, અગ્નિ, લૂંટારા, રાજા, સગાં, ચાર, મદ્ય, દ્યૂત, ભાગમાં આસક્તિ, વેશ્યાગમન અને ખરામ ચાલચલગત.
દરિદ્રતા સાથે દીનતા, પરિભવ, મૂઢતા, અતિ સંતિત હાવાપણ, હૃદયની સંકુચિતતા, ભિક્ષા, લાભના અભાવ, તુચ્છ ઈચ્છાઓ, ભૂખ, સંતાપ, કુટુબીએની વેદના—પીડા–કકળાટ વિગેરે આવે છે. (૫. ૪. પ્ર. ૨૮. પૃ. ૧૦૦૮)
દરિદ્રતાથી ઘેરાયલા પ્રાણી ધન મેળવવાની આશાના પાશથી બંધાઈને જુદા જુદા ઉપાયા અજમાવે છે, ફાંફાં મારે છે અને નિષ્ફળ પ્રયત્ન કરે છે, પછી એ ભાઇ રડવા બેસે છે, મનમાં વધારે વધારે ખેદ પામે છે, જે પૈસા પેદા કરવા ધાર્યા હતા તે પેાતાના જ હતા એમ માની લઇને તે ન મળતાં શાક કરે છે અને પારકા પૈસા ઉઠાવી લેવાના કે પચાવી પાડવાના પ્રયત્ના આદરે છે. પેાતાની પાસે ફૂટી બદામ પણ ન હેાવાથી કાલે ધી ક્યાંથી લાવશું ? તેલ ક્યાંથી લાવશું ? અનાજ કયાંથી લાવશું ? સરપણું ( મળતણુ ) કયાંથી લાવશુ? એ સર્વ લાવવાના પૈસા કયાંથી મળશે ? એવી કુટુ ખચિતાથી ખાપડાને રાત્રિએ જરાએ ઊંઘ પણ આવતી નથી. એવી ચિતાને પરિણામે જેમ તેમ કરીને પૈસા મેળવવા માટે અનેક ન કરવા ચેાગ્ય કામે કરે છે, ધર્મ કાર્ય થી તદ્ન વિમુખ થઇ જાય છે, મનમાં માને છે કે ધર્મ કરવામાં કાંઇ સાર નથી; કારણ કે ધર્મ કરનાર દુ:ખી દેખાય છે. પિરણામે લેાકેામાં હલકાઇ પામે છે અને તરખલાથી પણ ઓછી તેની કિંમત થાય છે. (પ્ર. ૪, પ્ર. ૨૮. પૃ. ૧૦૦૯ )
વર્તમાન સ્થિતિ સાથે આ વર્ણન સરખાવવા યાગ્ય છે. આમાં સટ્ટાનું નામ આવતું નથી તે ખાસ નોંધવા ચેાગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org