________________
ધન અને ધનવાનને દેર : ]
૪૩ (f) ધનિક વર્ગના વિચારતરગે: “ખૂબ પૈસા એકઠા કરીને મેજ ઉડાવું, અંત:પુરને દેવતાના વૈભવસ્થાન જેવું બનાવી દઉં, મનને આનંદ આપનાર સુંદર રાજ્યને સારી રીતે ભેગવું, મોટા મોટા રાજમહેલ બંધાવું, સારા સારા બગિચાઓ તૈયાર કરાવું, મેટે વૈભવ પ્રાપ્ત કરીને તેમજ શત્રુઓને ક્ષય કરીને દુનિયામાં સર્વ લેકેની પ્રશંસા પામી, સર્વ મનોરથ સંપૂર્ણ કરી પાંચે ઈદ્રિયોના વિષય સંબંધી સુખસાગરમાં મારા મનને તરબોળ કરી નિરંતર આનંદની મસ્તીમાં રહ્યા કરું: આવી રીતે ખાવુંપીવું, ભેગ ભેગવવા અને ઇંદ્રિયાને તૃપ્ત કરવી એ જ મનુષ્યપણું પ્રાપ્ત કરવાનું ફળ છે.” વિગેરે (પ્ર. ૪. પ્ર. ૧૧. પૃ. ૮૨૯)
(g) ધનવાનના તરંગોનું વર્ણન ધનશેખરને અંગે અતિવિશિષ્ટ આપ્યું છે. આ દુનિયામાં ધન જ ખરેખરું સારભૂત છે, ધન જ ખરેખરું સુખ આપનાર છે, ધનના જ લેકે વખાણ કરે છે, ધનના ગુણ વધારે વધારે ગવાય છે; લેકે ધનને વાંદે છે, પૂજે છે, નમે છે; ધન જ ખરેખરું સાચું તત્ત્વ છે, ધન જ ખરેખર પરમાત્મા છે અને ધનમાં જ સર્વ બાબતો પ્રતિષ્ઠા પામે છે, આવી વસે છે. દુનિયામાં અવલોકન કરીને જોશે તો માલૂમ પડશે કે દુનિયામાં જે પ્રાણી પિસા વગરને છે તે વાસ્તવિક રીતે જોતાં તરખલાને તોલે છે, રાખ જેવો છે, શરીરના મેલ જેવો છે, ધૂળ જે છે અથવા વધારે વાસ્તવિક રીતે બેલીએ તો તેની તેટલી પણ કિંમત નથી, તે વસ્તુત: કાંઈ નથી. વિગેરે. (પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૬૮) ધન અને ધનવાનનું શું વર્ચસ્વ હશે તેને આથી ખ્યાલ આવે છે.
(h) ધન કમાવા માટે અનેક જાતના સાહસ ખેડનાર વાણી અને પુત્ર તે વખતે મોજુદ હતા. અત્યંત શ્રીમાન વર્ણક શેઠને પુત્ર ધનશેખર એક પાઈ લીધા વગર પહેરેલ કપડે ઘેરથી નીકળી જાય છે અને પૈસા રળવા માટે સ્વપરાક્રમ ફેરવવા પરદેશ જાય છે, તે ઉપરથી ધન કમાવાના અને પરદેશ જવાના તે યુગના વિચારો પર સારે પ્રકાશ પડે છે. (પ્ર. ૬. પ્ર. ૧.) યાદ રાખવાનું છે કે તે વખતે જવા આવવાનાં સાધને ઘણાં ઓછાં હતાં અને દૂર દેશથી પત્રવ્યવહાર પણ અશક્ય હતો. તેવા યુગમાં સાહસ કરનારા હતા એ ખાસ નોંધવા જેવું છે. ધનશેખર પિતાની માતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org