________________
૪૪૨
[ દશમી શતાબ્દિક લાક્ષણિક ચિત્ર છે. ચેરીને માલ એ ઓછી કિંમતે પડાવી લે છે, એ સર્વ કાળને જાણીતો વિષય છે. દશમી શતાબ્દિમાં એવી સ્થિતિ હતી એ ભવચક્રનાં સ્વરૂપદર્શનમાંથી પ્રતીત થાય છે. તેની પાસેના હીરા માણેક સેનામહેરેના ઢગલાનો વિચાર કરતાં દેશમાં ધન અમુક વર્ગ પાસે બહુ મોટા પ્રમાણમાં હશે એમ જણાય છે.
(b) ધનવાન વર્ગના વિચારે લાક્ષણિક ભાષામાં પ્ર. ૭. પ્ર. ૭. પૃ. ૧૭૧માં તેના મુખમાં ગ્રંથકર્તાએ મૂક્યા છે તે દશમી શતાબ્દિનું આબેહૂબ ચિત્ર રજૂ કરે છે. જુઓ આગળનું પૃ૪૪૩૪.
(૯) રાજ્યભનું એક સુંદર દૃષ્ટાંત હરિકુમાર અને નીલકંઠ રાજાના સંબંધમાં આવે છે. મામાં રાજા ભાણેજની લેકપ્રિયતા જોઈ એ પિતાનું રાજ્ય પડાવી લેશે એ બીકે એને વધ કરવા નિર્ણય કરે છે અને તેવો નિર્ણય કરતાં સૂત્ર ગોઠવે છે કે “અરધા રાજ્યને હરણ કરી લે અથવા પચાવી પાડે તે નોકર હોય તેને જે હણી નાખવામાં ન આવે તો આખરે પોતાને મરવાનો વખત આવે છે.” (પ્ર. ૬. પ્ર. ૭. પૃ. ૧૫૩૬) હરિકુમાર સુબુદ્ધિમંત્રીની વખતસરની સલાહથી બચી જાય છે એ જુદી વાત છે, પણ ધન કે રાજ્યના લોભમાં રાજાઓ પોતાના સંબધીઓનું ખૂન કરવા માટે પણ તૈયાર થઈ જતા હતા એમ જણાય છે.
(d) ધનવાનના મગજના ફાંટા કેવા હોય છે તેનું લાક્ષણિક ચિત્ર પીઠબંધમાં ર્તાએ આપ્યું છે. ત્યાં બુઢા ખખ થઈ ગયેલાં ધનપતિને યુવાન ગણાવ્યો છે, તે બીકણ હોવા છતાં મહાન લડવૈયા તરીકે તેને બતાવ્યો છે, અભણ હોવા છતાં તીવ્ર બુદ્ધિશાળી બતાવ્યો છે, કદરૂપ હોવા છતાં સ્વરૂપવાન તરીકે તેની સ્તુતિ થતી બતાવી છે, દાસીપુત્ર હોય તો પણ કુળવાન તરીકે તેનું વર્ણન થાય છે, દૂરના સંબંધી તેના નજીકના સગા થતા આવે છે એમ જણાવ્યું છે. (પૃ. ૧૩–૮) ધનવાન વર્ગને દેર કેટલું હશે તે આ ચિત્ર ઠીક ઠીક રજૂ કરે છે.
(e) સારી સલાહ આપનાર અને સુંદર વાર્તા કહેનાર વિદુર જેવા વયોવૃદ્ધ અધિકારીને તેરમાં આવી નંદિવર્ધન તમાચો મારે છે એ ધનવાનવર્ગ અને રાજવ કેટલો તુમાખી હશે તે બતાવે છે. (પ્ર. ૩. પ્ર. ૧૮ પૃ. ૫૫૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org