________________
ધન અને ધનવાનોને દોરઃ ]
૪૪૧ પકડી શકે નહિ એવી ચાલાકી તેનામાં હેય. (પ્રભાવ દૂતનું વર્ણન પ્ર. ૩. પ્ર. ૪. પૃ. ૩૮૫).
(b) બુદ્ધિશાળી મંત્રીઓ સલાહ આપવા ઉપરાંત પિતાના ખાસ સેવકને પાસે રાખતા, જે જરૂર વખતે અગત્યની બાતમી અન્યને મોકલી કામ લેતા. વૃદ્ધ સુબુદ્ધિ મંત્રીએ દમનક નામના સેવકને મોકલી હરિકુમારને બચાવ કર્યો–એ ધ્યાનમાં લેવા જેવી તે સમયની લાક્ષણિક રાજઘટના છે. (, ૬. પ્ર. ૭. પૃ. ૧૫૩૮) રાજાને સાચી સલાહ આપતાં વાત બગડી જાય તેમ હોય તો મંત્રી રાજાની હામાં હામેળવી દેતા અને આડકતરી રીતે વાતનેડ ઉતારતા. રાજાની સામે થવાની તાકાત મંત્રીઓમાં નહોતી. (પૃ. ૧૫૩૭)
(c) ચારિત્રરાજે લશ્કરી સેનાપતિ સમ્યગ્દર્શનને મેકલવા વિચાર કર્યો ત્યારે સાધે સદાગમને મોકલવા ભલામણ કરી–એમાં લશ્કરી માણસો અને દિવાન ઓફિસના માણસોની કામ લેવાની રીતિનું જ્ઞાન બતાવે છે, છતાં એ સમ્યગદર્શનના વખાણ જ કરે છે એ એની કામ લેવાની કુનેહ છે. (પ્ર. ૭. પ્ર. ૧૦. પૃ. ૧૭૬૮)
(d) દિવાની ઓફિસના માણસની સલાહ આધાર રાખવા લાયક અને કાર્યસાધક હોય છે એમ અંતે લશ્કરી સેનાધિપતિ સમ્યગદર્શન સ્વીકારે છે. (પ્ર. ૭. પ્ર. ૧૬. પૃ. ૧૮૨૪)
ધન અને ધનવાનેને દેર–
ધનિક વર્ગ દશમી શતાબ્દિમાં કેટલો જોરમાં હશે તેના અનેક દાખલાઓ આખા ગ્રંથમાં છે. એમાંથી થોડા દાખલાઓ આપણે તપાસી જઈએ.
(a) છે. ૪. પ્ર. ૨૪. પૃ. ૯૫૪ મહેશ્વર શેઠ ભવાં ચઢાવીને બેઠા છે, કઈ માગે તેના તરફ નજર પણ કરતા નથી, ખુશામત કરનાર તરફ પણ નજર કરતા નથી, તેને જોઈ રાજી થાય છે અને તેના ધ્યાનમાં સ્તબ્ધ થાય છે–એ દશમી સદીના ધનવાનનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org