________________
[ દશમી શતાબ્દિ : તેવું હલકું કામ ઉપાડી લે છે, યમના મહાં જેવા રણમેદાનમાં જાતે પ્રવેશ કરે છે, તરવાર ભાલાના ઘા સહન કરવા માટે પોતાની છાતી આગળ ધરે છે.” (પીઠબંધ પૃ. ૭૩). આમાં રાજસેવકની ખુશામત અને આજ્ઞાંકિતપણું ખાસ નોંધવા જેવું છે.
(b) રાજમંદિરમાં રાજાની પાસે અમાત્ય, મોટા દ્ધાઓ, નિયુક્તક ( કામદારે), તલવર્ગિક ( કોટવાળો ), વૃદ્ધ સ્થવિરાઓ, લશ્કરી સુભ, વિલાસિની સ્ત્રીઓ વિગેરે રાખવામાં આવતા હતા. એ ખાસ નેંધવા જેવું છે (પીઠબંધ. પૃ.૯૧) અને રાજમંદિરમાં પ્રવેશ રજા વગર થતો નહોતો એમ સ્વકર્મવિવર દ્વારપાળના ઉપયોગથી જણાય છે. (સદર )
(૯) રાજાની નજર પડે તે પણ ધન્યતા માનવામાં આવતી હતી, એટલે રાજાઓ જાણે દેવાંશી હોય એ વિચારને પ્રચાર હતો એમ સાતમા માળ પર બેઠેલા સુસ્થિત રાજની નજર ભિખારી પર પડવાને પરિણામે તેની ધન્યતા માનવાની હકીકત પરથી પ્રાપ્ત થાય છે. (પીઠબંધ પૃ. ૧૧૨) અને તે જ પીઠબંધના પૃ. ૧૧૫ માં “યથા પ્રજ્ઞા ” ના સૂત્રને નિર્દેશ કરી રાજાની વિશિષ્ટ સત્તા સંબંધમાં તે યુગના વિચારો બરાબર વ્યક્ત કર્યા છે. રાજ્યકૃપા માટે કેટલો તલવલાટ હશે તે આ આખો પ્રસંગ પરથી સહજ સમજાય છે. Divine Rights of Kings(રાજાના દેવી હકક્કો)ને સિદ્ધાંત આ યુગમાં પ્રવર્તતો હતો એમ બરાબર લાગે છે.
(d) રાજ્યવિરુદ્ધ કાંઈ પણ કાર્ય કરવું તે બહુ ખરાબ-નિંદ્ય કામ ગણાતું હતું એમ લેકવિરુદ્ધ કાર્યોની ગણનામાં તેને સ્થાન (પૃ. ૧૯૦ પીઠબંધ) આપ્યું છે તે પરથી જણાય છે.
(e ) રાજાઓ તાબાનાં રાજ્યમાં પોતાને સરસૂબો (મહત્તમ) નીમતા હતા. દરેક પ્રાંતમાં એક સેનાધિપતિ અને મહત્તમ નીમાતો હતો. મહારાજાનો હકમ દૂત મારફતે ત્યાં મોકલવામાં આવતો હતો. સંદેશ લઈ આવનાર દૂતને ખૂબ માન આપવામાં આવતું હતું અને મહારાજાને સંદેશો આખી સભા અને સેનાપતિ તથા સૂબો ખડેપગે સાંભળતા હતા. (અસંવ્યવહાર નગરની આ આખી પદ્ધતિ પ્ર. ૨. પ્ર. ૭ માં વર્ણવી છે તે દશમી સદીના રાજ્યબંધારણ ઉપર ખાસ અજવાળું પાડે છે. જુઓ પૃષ્ઠ ૩૦૦-૩૦૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org